Relationship Tips: નાની ઉંમરની યુવતીઓ પરિણીત પુરુષ તરફ શા માટે ઝડપથી આકર્ષિત થઈ જાય છે ? 5 ચોંકાવનારા કારણો

Relationship Tips: પરિણીત પુરુષના પ્રેમમાં કુંવારી યુવતી પડી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે. યુવતી માટે આ સંબંધો મુશ્કેલીભર્યા જ રહેવાના હોય છે પરંતુ તેમ છતાં તેઓ પુરુષ તરફ આકર્ષિત થઈ જાય છે. આવું થવાના કારણો ચોંકાવનારા હોય છે. ચાલો જાણીએ આ કારણો વિશે.
 

Relationship Tips: નાની ઉંમરની યુવતીઓ પરિણીત પુરુષ તરફ શા માટે ઝડપથી આકર્ષિત થઈ જાય છે ? 5 ચોંકાવનારા કારણો

Relationship Tips: બિગ બોસ 19 જ્યારથી શરૂ થયું છે ત્યારથી ચર્ચામાં છે. આ વર્ષે સૌથી વધારે ચર્ચા બોલીવુડ અભિનેત્રી કુનિકા સદાનંદના સંબંધોની પણ થઈ હતી. તેણે બીગ બોસમાં આવીને પોતાના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી અને તેનાથી હોબાળો ગયો હતો. જોકે તેની વાતથી એક પ્રશ્ન ફરીથી ઊભો થયો કે યુવતીઓ પરિણીત પુરુષોના પ્રેમમાં પડીને તેની સાથે લિવ ઈન રિલેશનશિપમાં કેવી રીતે ઇન્વોલ થઈ જાય છે? એવા કયા કારણો હોય છે જેના કારણે યુવતીઓ પરિણીત પુરુષના પ્રેમમાં પડી જાય છે. 

Add Zee News as a Preferred Source

એવું ઘણી વખત જોવા મળ્યું છે કે નાની ઉંમરની યુવતીઓ પરણેલા પુરુષો તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે. પરણેલા પુરુષ અને યુવતી વચ્ચેના સંબંધ સમાજમાં યોગ્ય નથી ગણાતા પરંતુ તેમ છતાં યુવતીઓ બધી જ ચિંતા છોડીને પરિણીત પુરુષ સાથે રિલેશનમાં આવી જાય છે. એટ્રેક્શનથી શરૂ થયેલી વાત લિવ ઈન સુધી પહોંચી જતી હોય છે. આમ થવાના 5 કારણ હોય છે આ કારણો કયા છે ચાલો જાણીએ. 

મેચ્યોરિટી અને અનુભવ 

યુવતીઓ પરિણીત પુરુષ તરફ આકર્ષિત થઈ જાય તેનું સૌથી મોટું કારણ મેચ્યોરિટી હોય છે. નાની ઉંમરના યુવકો ઈમોશન્સની બાબતમાં કાચા સાબિત થાય છે જ્યારે પરણેલા પુરુષો સંબંધો અને જવાબદારીઓ નિભાવવાનો અનુભવ ધરાવતા હોય છે યુવતીઓને પુરુષોનો આ વાત સિક્યોરિટીનો અનુભવ કરાવે છે. 

જવાબદારી નિભાવવાની ઈચ્છા 

નાની ઉંમરના યુવકો હોય તો તે સંબંધોને અને જવાબદારીને ગંભીરતાથી લેતા નથી તેની સામે પરણેલા પુરુષો જવાબદારીને વધારે ગંભીરતાથી લે છે. તેની લાઈફસ્ટાઈલ અને વિચારમાં સ્ટેબિલિટી હોય છે, આ ક્વોલિટી યુવતીઓને આકર્ષિત કરે છે અને તેમને લાગે છે કે પુરુષ તેની સાથે જવાબદારી પૂર્વક સંબંધ નિભાવશે. 

આર્થિક સ્થિરતા

ઘણી વખત ફાઇનાન્સિયલ સ્ટેબિલિટીના કારણે પણ યુવતીઓ પરણેલા પુરુષો તરફ આકર્ષિત થઈ જાય છે. પરણેલા પુરુષો સામાન્ય રીતે કરિયરમાં સેટલ હોય છે અને તેમની લાઈફ સ્ટાઈલ પણ સારી હોય છે. જેના કારણે યુવતીઓ પરિણીત પુરુષો તરફ આકર્ષિત થઈ જાય છે. 

કેરિંગ નેચર અને સમજદારી 

પરિણીત પુરુષો વધારે સમજદાર અને કેરિંગ હોય છે તેઓ સમજે છે કે સંબંધોને કેવી રીતે નિભાવાના હોય અને પાર્ટનરને કેવી રીતે સ્પેશિયલ ફિલ કરાવવું. આ સ્વભાવ યુવતીઓને ઈમ્પ્રેસ કરી દે છે. ખાસ કરીને જ્યારે યુવતીને ઈમોશનલ સપોર્ટની જરૂર હોય ત્યારે પુરુષો નાની ઉંમરના યુવક કરતાં પાક્કા સાબિત થાય છે. 

રોમાન્ચ 

કેટલીક યુવતીઓ માટે પરણેલા પુરુષો સાથે સંબંધ એક થ્રિલ સમાન હોય છે. તેમને આવા સંબંધમાં રોમાંચનો અનુભવ થાય છે. પરિણીત પુરુષ સાથેની નવી અને અજાણી દુનિયા તેને એક્સાઇટેડ બનાવે છે. ઘણી વખત પરિણીત પુરુષ સાથેના સંબંધો એડવેન્ચર જેવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news