)
Relationship Tips: રિલેશનશિપમાં Sorry શબ્દ જાદુની જેમ કામ કરે છે. પોતાની ભૂલ હોય ત્યારે સોરી કહેવામાં કંઈક ખોટું નથી. પરંતુ કારણ વિના અને વારંવાર જો કોઈ વ્યક્તિ માફી માંગે તો સંબંધ ખરાબ પણ થઈ જાય છે અને તેનું મહત્વ પણ રહેતું નથી. તેથી વાત રિલેશનશિપની હોય તો એ વાત સમજવી જરૂરી છે કે ક્યારે માફી માંગવી અને ક્યારે માફી માંગવી નહીં. આજે તમને જણાવીએ કે કેવી સ્થિતિ સર્જાય ત્યારે સોરી કહેવું જોઈએ અને કેવી સિચ્યુએશન હોય ત્યારે માફી માંગવાની જરૂર હોતી નથી.
કઈ વાતો પર Sorry ન કહેવું ?
- રિલેશનશિપમાં હોવાનો અર્થ એ નથી કે તમે પાર્ટનરની દરેક વાતમાં હા જ કહો. જો કોઈ વાત તમને પસંદ નથી અને તમે ના કહી છે તો ના કહેવા માટે સોરી કહેવું નહીં.
- દરેક વ્યક્તિની પોતાની વિચારધારા હોય છે જો તમારા વિચાર કોઈ મુદ્દા પર પાર્ટનર સાથે મેચ નથી થતા અને તમે તમારા વિચારોને રજૂ કરો છો જેનાથી તમારો પાર્ટનર સહમત નથી તો તેના માટે સોરી કહેવાની જરૂર નથી.
- જો તમે કોઈ વાતથી દુઃખી થયા છો અને પાર્ટનરનું વર્તન ખરાબ લાગ્યું છે તો પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી હોય તો તેના માટે સોરી ફીલ કરવું નહીં અને સોરી કહેવું પણ નહીં.
- જો કોઈ વાતમાં ભૂલ તમારા પાર્ટનરની છે તો તેના તરફથી પણ માફી માંગવી નહીં. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી પોતે જ લેવાની હોય છે.
- સંબંધોમાં પર્સનલ બાઉન્ડ્રી હોવી જરૂરી છે. રિલેશનશિપમાં તમે નક્કી કરેલી મર્યાદાનું પાલન કરવા માટે ક્યારેય સોરી ફીલ કરવું નહીં.
- સૌથી મહત્વની વાત કે જો કોઈ સંબંધ તમારા માટે યોગ્ય ન હોય અને તમે સંબંધ પુરા કરો છો અથવા સંબંધ પૂરા કરવાનો નિર્ણય કરો છો તો તેના માટે પણ માફી માંગવાની જરૂર હોતી નથી.
રિલેશનશિપમાં ક્યારેય Sorry કહેવું ?
- જો કોઈ વાતને લઈને તમે ખોટું બોલો છો અને તે વાત સામે આવી જાય તો ઈમાનદારીથી ભૂલ સ્વીકારી માફી માંગી લેવી.
- સંબંધોમાં પાર્ટનર સાથે મતભેદ થાય અને ગુસ્સામાં તમે એવું કંઈ કહી દીધું હોય જે પાર્ટનરને ખરાબ લાગે તો તેના માટે સોરી જરૂર કહો.
- જો તમે તમારા પાર્ટનરને કોઈ પ્રોમિસ કર્યું છે અને તમે તેને પૂરું નથી કરી શકતા તો સોરી કહેવામાં વાર લગાડવી નહીં.
- જો તમારા કોઈ વ્યવહારથી કે કોઈ વાતથી પાર્ટનરને દુઃખ થયું છે તો માફી માંગી લેવામાં કાંઈ જ ખોટું નથી.
- સંબંધોમાં વિશ્વાસ સૌથી જરૂરી છે જો કોઈ કારણસર તમે તમારા પાર્ટનર પર શંકા કરો છો અને તે વાતને લઈને ઝઘડો થાય છે તો માફી માંગવામાં કંઈ જ ખોટું નથી.
- જો પરિવારના સભ્યો કે મિત્રોની સામે તમે તમારા પાર્ટનરની મજાક ઉડાવો છો અથવા તો તે શરમજનક સ્થિતિમાં મુકાય તેવું વર્તન કરો છો તો આવા વર્તન બદલ તુરંત જ માફી માંગી લેવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)