ગુજરાતી ન્યૂઝRelationshipપત્નીના અફેરથી પરેશાન છો? આ 5 ઉપાય અજમાવો...પત્ની બધુ છોડી આવી જશે પાછી તમારી પાસે!

પત્નીના અફેરથી પરેશાન છો? આ 5 ઉપાય અજમાવો...પત્ની બધુ છોડી આવી જશે પાછી તમારી પાસે!

અત્યારે જમાનો એવો છે કે પહેલા તો પતિની બેવફાઈના કિસ્સા સાંભળવા મળતા હતા પરંતુ હવે તો પત્નીના અફેરની વાતો પણ ખુબ સામે આવે છે. આવી સ્થિતિમાં કાળઝાળ થવાની જગ્યાએ સમજદારીથી કામ લેવું જોઈએ. 

પત્નીના અફેરથી પરેશાન છો? આ 5 ઉપાય અજમાવો...પત્ની બધુ છોડી આવી જશે પાછી તમારી પાસે!

લગ્ન જીવનમાં ભરોસો ખુબ મહત્વનો છે. મજબૂત સંબંધનો પાયો છે. પરંતુ ક્યારેક હાલાત એવા ઊભા થાય છે કે સંબંધમાં તિરાડ પડી શકે છે. જો કે બેવફાઈનું કોઈ જેન્ડર નથી હોતું. પતિ કે પત્ની બેમાંથી ગમે તે બની શકે છે. પરંતુ જો પત્નીનો પગ કુંડાળામાં પડી જાય અને અફેર કરી બેસે તો પતિ માટે મુશ્કેલ પરિસ્થિતિ પેદા થાય છે. આવામાં ધૈર્ય અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. જાણો પતિ શું કરી શકે. 

1. શાંત થઈને ખુલ્લા મને વાતચીત કરે
સૌથી પહેલા પતિએ ગુસ્સા કે આરોપબાજી બંધ કરીને શાંત મને વાતચીત કરવી જોઈએ. પત્ની સાથે વાત કરીને તેના મનની ભાવના સમજવાની કોશિશ કરવી જોઈએ. કોઈ પણ વાત જજ કર્યા વગર શાંતિથી સાંભળો અને તમારી ભાવનાઓ પણ પ્રમાણિકતાથી રજૂ કરો. આ ઓપન કોમ્યુનિકેશન ભરોસો ફરીથી પેદા કરવાની દિશામાં પહેલું પગલું બની શકે છે. 

Add Zee News as a Preferred Source

2. સંબંધની ખુબીઓ યાદ અપાવો
પતિએ પત્નીને તેમના સંબંધની ખુબસુરત પળોને યાદ કરાવવી જોઈએ. સાથે પસાર કરેલો સમય, યાદગાર પળો, એકબીજા માટે કરાયેલી કુરબાનીઓ યાદ કરાવવી જોઈએ. જે એ વિચારવા માટે મજબૂર કરશે કે શું નવું એટ્રેક્શન તેમના જૂના સંબંધ કરતા વધુ કિમતી છે. 

3. તેમની ભાવનાઓનું સન્માન કરો
પત્નીની ભાવનાઓને નજરઅંદાજ કરવી કે તેની મજાક ન કરવી જોઈએ. તેમની ભાવના સાચી હોઈ શકે છે. ભલે તે તમારા માટે દુખદ હોય. તેમની ભાવનાઓને સમજવાની અને સ્વીકારવાની કોશિશ કરો પરંતુ સાથે એ પણ જણાવો કે આ સ્થિતિ તમારા માટે કેટલી દુખદાયક છે. આ દ્રષ્ટિકોણ સંબંધમાં ભરોસો જાળવી રાખવામાં મદદ કરે છે. 

4. સંબંધ સુધારવાની પહેલ કરો
ક્યારેક ક્યારેક પત્નીનું ધ્યાન બહાર જવાનું કારણ સંબંધની કમી કે નીરસતા હોઈ શકે છે. પતિએ સંબંધને તરોતાજા કરવા માટે પગલું ભરવું જોઈએ જેમ કે પત્ની સાથે ક્વોલિટી  ટાઈમ પસાર કરવો જોઈએ, નાની નાની ખુશીઓ શેર કરવી જોઈએ કે  પછી તેમની પસંદનો ખ્યાલ રાખવો. જે દર્શાવશે કે તમારા સંબંધને બચાવવા માટે તમે કેટલા ગંભીર છો. 

5. જરૂર પડે તો પ્રોફેશનલની મદદ લો
જો વાતચીતથી સંબંધ સુધરતો ન દેખાય તો કપલ કાઉન્સલિંગ કે મેરેજ થેરાપીનો સહારો લેવો એ સમજદારી છે. એ ન્યૂટ્રલ એક્સપર્ટ બંને પક્ષોની વાત સાંભળીને સંબંધને મજબૂત કરવા માટે સૂચન આપી શકે છે. આ પગલું સંબંધને તૂટતો બચાવી શકે છે. જો તમારા પરિવારમાં કોઈ મેચ્યોર વ્યક્તિ હોય તો તેમની મદદ લેવી એ પણ એક સમજદારીભર્યું પગલું બની શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news