)
Relationship Tips: લગ્ન એક સંબંધ નહીં પરંતુ બે વ્યક્તિનું જીવનભરનું મિલન છે. તેથી જ લગ્ન માટે એવા વ્યક્તિને પસંદ કરવા જોઈએ જે જીવનને ખુશીઓથી ભરી દે. જો જીવનસાથી તરીકે ખોટા વ્યક્તિની પસંદગી થઈ જાય તો તેનાથી દુઃખ અને જીવનભરનો પસ્તાવો મળે છે. દેખાવના આકર્ષણ કે સામાજિક પ્રેશરમાં લગ્ન કરવાનો નિર્ણય કરવો નહીં. જીવનસાથી પસંદ કરવાની વાત આવે ત્યારે વ્યક્તિના કેટલાક ગુણને હંમેશા ધ્યાનમાં રહેવા. આ ગુણ ધરાવતી વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરશો તો પસ્તાવાનો વારો નહીં આવે અને જીવન ખુશહાલ બની જશે.
લગ્ન માટે જીવનસાથી પસંદ કરો ત્યારે તેનો દેખાવ, તેની નોકરી, તેની સંપત્તિ વગેરે પર ધ્યાન આપવાને બદલે તેના વિચાર, વ્યવહાર અને તેની વેલ્યુ ઉપર ધ્યાન આપવું જોઈએ. લગ્ન જીવનભરનો સાથ હોય છે જેમાં બે વ્યક્તિ એકબીજા સાથે આખું જીવન પસાર કરે છે તેથી વ્યક્તિ હંમેશા એવી હોવી જોઈએ જેની સાથે તાલમેલથી જીવવું સરળ હોય. જો લગ્ન માટે વ્યક્તિ પસંદ કરતી વખતે તેના ગુણને ધ્યાનમાં લેવામાં ન આવે તો સંબંધ તૂટે તે નક્કી છે. આજે તમને એવા 3 ગુણ વિશે જણાવીએ જેને ધ્યાનમાં લેવાથી લગ્ન જીવનભરનો સુંદર સાથ બની શકે છે.
ઈમોશનલ મેચ્યોરિટી અને સમજ
ઈમોશનલ મેચ્યોરિટી એક એવી ક્વોલિટી છે જે સંબંધને મજબૂત બનાવે છે. વ્યક્તિ મુશ્કેલ સમયમાં શાંત રહે છે કે નહીં? બીજાની લાગણીનું સન્માન કરે છે કે નહીં, ક્રોધમાં કેવું વર્તન કરે છે, નાની નાની વાત પર ઓવર રિએક્ટ કરે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેવી. જો કોઈ વ્યક્તિનું વર્તન આ બાબતોમાં યોગ્ય ન હોય તો પહેલાથી જ સમજી જજો.
વિશ્વાસ અને ઈમાનદારી
લગ્ન માટે જીવનસાથી પસંદ કરતી વખતે વિશ્વાસ અને ઈમાનદારીને હંમેશા ધ્યાનમાં રાખો. વિશ્વાસ કોઈપણ સંબંધનો ઉપાયો છે. પાર્ટનર તમને કરેલા વાયદા પૂરા કરે છે કે નહીં, જે કહે છે તે સાચું છે કે નહીં, કોઈ વાતો છુપાવતા નથી તે બાબતોને ધ્યાનમાં રાખો. જો વ્યક્તિ ખોટું બોલતી હોય તો તે આગળ જઈને અ સુરક્ષાનું કારણ બની શકે છે.
જીવનના મૂલ્યોમાં સમાનતા
લગ્ન પહેલા એ વાતને જરૂરથી ધ્યાનમાં રાખો કે તમારા પાર્ટનર જીવનના મૂલ્યો જેમ કે પરિવાર, કરિયર, બાળકો વિશે શું વિચારે છે અને તેના વિચાર તમારી સાથે મેળ થાય છે કે નહીં. જો આ બાબતોને લઈને તમારી પ્રાયોરિટી અને તમારા પાર્ટનરની પ્રાયોરિટી અલગ હશે તો ભવિષ્યમાં ટકરાવની સ્થિતિ ઊભી થશે.