Situationship: સિચ્યુએશનશીપ એટલે શું ? કેવી રીતે આ રિલેશનશીપમાં ફસાઈ જાય યુવક-યુવતી ?

Situationship: આજના સમયમાં  રિલેશનશીપ ટ્રેંડ બદલી રહ્યા છે. જેમાંથી એક છે સિચ્યુએશનશિપ. આ સંબંધમાં લોકો એકબીજાને આકર્ષે છે પરંતુ સંબંધોને સ્વીકારી નિભાવતા નથી અને ફસાઈ જાય છે. આવું શા માટે થાય છે ચાલો તમને જણાવીએ. 

Situationship: સિચ્યુએશનશીપ એટલે શું ? કેવી રીતે આ રિલેશનશીપમાં ફસાઈ જાય યુવક-યુવતી ?

Situationship: સિચ્યુએશનશિપ એવો સંબંધ હોય છે જે ન તો મિત્રતામાં આવે ન તો રોમાંટિક રિલેશનશીપ છે. આ સંબંધમાં કપલ્સ એકબીજાને પસંદ તો કરતા હોય છે પરંતુ ફોર્મલ અને કમિટેડ રિલેશનશીપમાં આવવા નથી માંગતા. બંને એકબીજા સાથે સમય પસાર કરે છે પરંતુ આ સંબંધોમાં કોઈપણ પ્રકારની ક્લેરિટી નથી હોતી. આ સંબંધોમાં ઈમોશનલ અટેચમેન્ટ નથી હોતું. કારણ કે આ સંબંધો નોર્મલ રિલેશનશીપ જેવા નથી હોતા.

સિચ્યુએશનશિપની કેટલીક જરૂરી બાબતો

સિચ્યુએશનશિપ વિશે કેટલીક વાતો જાણવી જરુરી છે. આ સંબંધોમાં ક્લેરિટીની ખામી હોય છે. કારણ કે બંને લોકો એકબીજા સાથે જોડાયેલા હોય છે પરંતુ તે નક્કી નથી કરી શકતા કે તેઓ મિત્ર છે કે મિત્રતા કરતાં કંઈ વધારે છે. આવી સ્થિતિમાં ઘણા કપલ સંબંધોમાં ફસાય જાય છે. કેટલાક કિસ્સામાં કોઈ એક પાર્ટનર બીજા સાથે સંબંધ પણ બનાવી લે છે. 

આ સંબંધોમાં લોકો એકબીજાને કમિટેડ નથી થતા તેથી આ સંબંધમાં તે ક્યારેય સામેની વ્યક્તિની લાગણીને સમજી નથી શકતા. તે નક્કી કરી શકતા નથી કે ભવિષ્યમાં તે વ્યક્તિ સાથે આગળ વધી શકશે કે નહીં.

ઘણા કપલ સિચ્યુએશનશિપમાં હોય છે અને ફસાયેલા અનુભવે છે. તેઓ આ સ્થિતિમાંથી નીકળી શકતા નથી કારણ કે તેમને સામેની વ્યક્તિને દુખી પણ કરવી નથી હોતી અને સાથે રહી પણ શકતા નથી કે તેઓ તેના માટે પ્રેમ નથી અનુભવતા. આ સ્થિતિ સ્ટ્રેસફુલ થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news