Relationship Tips: લગ્નજીવનમાં સમસ્યાનું કારણ બની શકે છે પુરુષોની આ 5 ખરાબ આદતો
Relationship Tips: લગ્ન નિભાવવાની જવાબદાર પતિ અને પત્ની બંનેની હોય છે. લગ્ન પછી જે રીતે પત્નીએ તેના જીવનમાં ફેરફાર કરવા પડે છે તે રીતે પતિ પણ કરે તે જરૂરી છે. જો આવું ન થાય તો લગ્નજીવનમાં સમસ્યા શરુ થાય છે.
Trending Photos
Relationship Tips: લગ્ન એવું બંધન છે જેને ટકાવી રાખવા માટે પતિ અને પત્ની બંનેએ પ્રયાસ કરવો જરૂરી છે. પતિ અને પત્ની બંને લગ્ન પછી પોતાના સ્વભાવ અને આદતોમાં ફેરફાર કરવા પડે છે જેથી તેઓ એકબીજાને અનુકૂળ થઈ શકે. જો કે મોટાભાગે એવું જોવા મળે છે કે વધારે એડજસ્ટમેન્ટ સ્ત્રી કરે છે. પુરુષો પોતાની ખરાબ આદતો પણ સુધારતા નથી. જેના કારણે લગ્નજીવનમાં સમસ્યા વધે છે. આજે તમને જણાવીએ પુરુષોની કઈ આદતો એવી હોય છે જે લગ્નજીવન માટે ખરાબ ગણાય છે. જો આ આદતોમાં પુરુષ ફેરફાર કરે તો કોઈપણ કપલ બેસ્ટ કપલ તરીકે જીવન જીવી શકે છે.
સમય ન આપવો
જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી પુરુષો વાત કરવા માટે, મળવા માટે બરાબર સમય કાઢે છે. પરંતુ લગ્ન થયા પછી પુરુષો પત્ની માટે સમય કાઢતા નથી. સમય ન આપવાની ફરિયાદ 99 ટકા પત્નીઓ કરતી હોય છે. લગ્ન થઈ જાય પછી પણ દિવસમાં થોડો સમય એવો રાખવો જોઈએ જેમાં પત્ની સાથે બેસી વાતચીત થઈ શકે. વાતચીત કરવાનું અને સમય આપવાનું રાખશો તો ક્યારેય કોઈ ગેરસમજ ઊભી જ ન થાય.
ઘરના કામમાં મદદ ન કરવી
લગ્ન થયા પછી પુરુષો એવું જ માનતા થઈ જાય છે કે ઘરના કામ કરવાની જવાબદારી પત્નીની જ હોય. મોટાભાગના પુરુષો ઘરના કામોમાં પત્નીને મદદ કરતાં નથી. જેના કારણે પત્ની પર બોજ વધી જાય છે. એક તરફ પુરુષ ફ્રી બેસીને મોબાઈલ અને ટીવીમાં ટાઈમ પાસ કરે છે અને બીજી તરફ પત્ની કામના બોજના કારણે પોતાના માટે પણ સમય કાઢી શકતી નથી. આ સ્થિતિમાં પત્નીને લગ્ન કર્યાનો અફસોસ થવા લાગે છે.
પત્નીને ટેકન ફોર ગ્રાંટેડ લેવી
લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ પુરુષો લગ્ન થયા પછી પત્નીને ટેકન ફોન ગ્રાંટેડ લેવા લાગે છે. જે વ્યક્તિ પહેલા પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવાનો મોકો ન છોડતો હોય તે વ્યક્તિ લગ્ન પછી નિરસ થઈ જાય છે. આ ફેરફાર સ્ત્રીઓને સૌથી વધારે ખુંચે છે.
કોઈ વસ્તુનું એડિકશન
દારુ, સ્મોકિંગની જેમ હવે લોકોને મોબાઈલનું એડિકશન થઈ ગયું છે. પત્ની પાસે હોય તેમ છતાં પુરુષોનું ધ્યાન મોબાઈલ કે ટીવીમાં હોય છે. આ ખરાબ આદત પત્નીને અકળાવે છે જેના કારણે ઝઘડા પણ થતા હોય છે.
ઝઘડા પછી વાતચીત ન કરવી
ઝઘડા દરેક કપલ વચ્ચે થાય છે. પરંતુ જ્યારે ગુસ્સામાં પતિ વાતચીત કરવાનું બંધ કરી દે અને અધુરી વાતનું સમાધાન કરવાને બદલે ઈગો રાખે છે તે વાત લગ્નજીવન પર ભારે પડે છે. તેથી જયારે પણ ઝઘડો થાય વાતચીત બંધ કરવાને બદલે વાતનું સમાધાન લાવવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે