Digital Affair: કોને કહેવાય ડિજિટલ અફેર? શા માટે ભારતમાં એકાએક વધી રહ્યા છે ઓનલાઈન લફરાં જાણો
Digital Affair: ટેકનોલોજીના આ સમયમાં બધું જ ડિજિટલ અને સ્માર્ટ થઈ રહ્યું છે. જેમાં રિલેશનશીપમાં પણ ડિજિટલ અફેરનો ટ્રેંડ વધી રહ્યો છે. આ ડિજિટલ અફેર કેવા હોય છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Digital Affair: ડિજિટલ અફેરને ઓનલાઇન અફેર કે સાયબર અફેર પણ કહેવામાં આવે છે. ડિજિટલ અફેર એવા રોમેન્ટિક કે ઇન્ટિમેટ રિલેશનશિપને કહેવામાં આવે છે સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયમ દ્વારા શરૂ થાય છે. ડિજિટલ અફેર મેસેજિંગ એપ, ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડેવલપ કરવામાં આવે છે અને પછી તેને આગળ વધારવામાં આવે છે. ભારતમાં પણ યંગ જનરેશન વચ્ચે ડિજિટલ અફેર પોપ્યુલર થઈ રહ્યા છે.
ભારતમાં શા માટે વધ્યો ડિજિટલ અફેરનો ટ્રેન્ડ ?
ભારતમાં ડિજિટલ અફેર વધવાના ઘણા બધા કારણ છે જેનું સૌથી મોટું કારણ છે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો વધતો ઉપયોગ. સસ્તુ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન હોવાથી લોકો દિવસનો મોટાભાગનો સમય ઓનલાઈન પસાર કરે છે. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. સોશિયલ મીડિયા, ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશન, મેસેજીંગ સર્વિસીસનો ઉપયોગ લોકો સૌથી વધુ કરતા હોય છે જેમાં અજાણ્યા લોકોના સંપર્કમાં સરળતાથી આવે છે. નવા નવા લોકો સાથે વાતચીત કરતી વખતે ડિજિટલ અફેર શરૂ થઈ જાય છે. ભારતમાં ડિજિટલ અફેર વધી રહ્યા છે તેનું એક કારણ સામાજિક વેલ્યુમાં થયેલો ફેરફાર પણ છે. છેલ્લા કેટલાક દાયકામાં શહેરી આબાદીમાં જુના વિચારોને છોડીને નવું ટ્રાય કરવાનો ક્રેઝ વધી રહ્યો છે.
ડિજિટલ અફેરના સૌથી મોટા જોખમ
ડિજિટલ અફેર શરૂઆતમાં તો નોર્મલ લાગે છે પરંતુ સમય જતા તે અલગ અલગ રૂપ લઈ શકે છે. જેમકે કેજ્યુઅલ ઓનલાઇન ઈન્ટરેકશન ઈમોશનલ કનેક્શન બની શકે છે. તો વળી કેટલાક લોકો વચ્ચે ઓનલાઈન ફ્લર્ટીંગ કે સેક્સટીંગ શરુ થઈ જાય છે. ઘણા લોકો ડિજિટલ અફેર પછી ઓફલાઈન મળવાનું શરૂ કરી દે છે જેના કારણે તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બનવા લાગે છે ત્યાર પછી સંબંધો તૂટે તો સ્થિતિ ખરાબ બની જાય છે.
ડિજિટલ અફેરની મર્યાદા
ડિજિટલ અફેરમાં ઘણા બધા પ્રશ્નો હોય છે જેમ કે ઈંટીમસી, વિશ્વાસ અને મર્યાદા ન જળવાય. આવા સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. ડિજિટલ અફેરમાં સૌથી મોટું જોખમ ફ્રોડ, ચીટીંગ અને ષડયંત્રનું હોય છે. આજના સમયમાં ડિજિટલ ઓફર હની ટ્રેપનું સૌથી મોટું માધ્યમ છે. તેથી જરૂરી છે કે કોઈ વ્યક્તિને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મળો તો તેના પ્રેમમાં પડતા પહેલા અને તેને જીવનસાથી બનાવવાનું વિચારતા પહેલા તેને સારી રીતે ઓળખી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે