)
Open Marriage Trend: ભારતમાં લગ્નને 7 જન્મોનો સાથ માનવામાં આવે છે. આ સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને વફાદારી હોય છે. જો કે હવે લગ્નને લઈને લોકોની માન્યતા બદલવા લાગી છે. ઘણા લોકોના લગ્ન તો 7 દિવસ પણ ટકતા નથી. બદલતા સમયની સાથે ભારતમાં પણ ઓપન મેરેજનો ટ્રેંડ વધી રહ્યો છે. ઓપન મેરેજનો ટ્રેંડ પહેલા પશ્ચિમી દેશોમાં વધારે જોવા મળતો હતો પરંતુ હવે ભારતમાં પણ ઓપન મેરેજ પોપ્યુલર થતા જાય છે.
ઓપન મેરેજ એટલે શું ?
સામાન્ય રીતે લગ્ન પછી કપલ એકબીજાના થઈને જીવન જીવવાનું વચન આપે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે જીવનભર એક વ્યક્તિના થઈને રહેવા નથી માંગતા. તેઓ એક કરતા વધારે પાર્ટનર સાથે સંબંધ રાખવા ઈચ્છે છે. આવા લોકો ઓપન મેરેજમાં રહેવાનું પસંદ કરે છે. એટલે કે તેઓ લગ્ન પછી પોતાના પાર્ટનરની સહમતિથી લગ્ન બહાર બીજા સાથે સંબંધ બનાવી શકે છે.
અન્ય સાથે સંબંધની પાર્ટનરે પણ છુટ
ઓપન મેરેજમાં પતિ અને પત્નીને લગ્ન બહાર અન્ય સાથે સંબંધ બનાવવાની આઝાદી હોય છે. બંને વ્યક્તિ એકબીજાની સહમતિ સાથે કોઈ ત્રીજા વ્યક્તિ સાથે ઈમોશનલી અને ફિઝકલી રિલેશન રાખી શકે છે. ઓપન મેરેજમાં પાર્ટનરના અફેરથી પતિ કે પત્નીને કોઈ સમસ્યા હોતી નથી. તેઓ એકબીજાની હાજરીમાં પણ અન્ય સાથે સમય પસાર કરી શકે છે.
ઓપન મેરેજ કેટલા યોગ્ય ?
ઓપન મેરેજને લઈને લોકોના વિચાર અલગ અલગ હોય છે. ઘણા લોકો આવા લગ્નને માને છે તો કેટલાક લોકો આવા લગ્નને સ્વીકારતા નથી. તેમનું કહેવું છે કે આ પ્રકારના લગ્નથી ફક્ત 2 લોકોનું જીવન નહીં તેની સાથે જોડાય તેનું જીવન પણ પ્રભાવિત થાય છે. સમાજ માટે પણ ઓપન મેરેજની વ્યવસ્થા હાનિકારક છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)