)
Girl's 4 Love Signals: પ્રેમ એક સુંદર અનુભવ છે. જેને શબ્દો કરતા વધારે એક્શનથી વ્યક્ત કરવામાં મજા આવે છે. જો કોઈ વ્યક્તિ તમારા પ્રેમમાં પડે છે તો તમે તેના હાવભાવ અને લાગણીને જોઈને પણ ઓળખી શકો છો કે સામેની વ્યક્તિ તમને પસંદ કરવા લાગી છે. ખાસ કરીને યુવતીઓ પોતાના દિલની વાત ડાયરેક્ટ કહેતી નથી. તે કેટલાક સિગ્નલના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરે છે કે તે તમને પસંદ કરે છે.
યુવતીઓ કેટલાક ઈશારના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરતી હોય છે. સમજદાર વ્યક્તિ હોય તેણે આ ઈશારાને સમજી લેવા જોઈએ. આજે તમને આવા જ કેટલાક ઈશારા વિશે જણાવીએ જે યુવતી પ્રેમમાં હોય ત્યારે આપે છે. આ સિગ્નલ મળે તો સમજી લેવું યુવતી તમારા પ્રેમમાં પાલગ થઈ ગઈ છે.
નાની-નાની વાતોની પણ કેર કરવી
યુવતીઓનો સ્વભાવ કેયરિંગ હોય છે. પરંતુ તે પોતાની પસંદના વ્યક્તિની વધારે પડતી જ કેર કરે છે. જો અચાનક કોઈ યુવતી તમારી નાનામાં નાની વાતની પણ ચિંતા કરે, કેર કરવા લાગે તો સમજી લેવું તે પ્રેમમાં પડી છે. જેમકે તમે જમ્યું કે નહીં, તબીયત કેવી છે, દિવસ કેવો રહ્યો, કોઈ ચિંતા તો નથી, આવું થાય તો સમજી લેવું કે યુવતી ફક્ત ફ્રેન્ડ નહીં કંઈ ખાસ બનવા માંગે છે.
તમારી પસંદ નાપસંદને મહત્વ આપવું
યુવતીઓ પ્રેમમાં પડે ત્યારે તમારી પસંદ નાપસંદ તેની પસંદ નાપસંદ બની જાય છે. પોતાને શું ગમે છે શું નહીં તે છોડી અને તમારી ચિંતા કરે, તમારી પસંદને અપનાવવા લાગે, તમને ગમતી વસ્તુઓમાં રસ દેખાડે તો સમજી લેવું આ પ્રેમનો ઈશારો છે.
વાત કરવાનો પ્રયત્ન કરવો
જો કોઈ યુવતી કોઈ ખાસ કારણ વિના દિવસમાં ઘણીવાર તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે એટલે કે મેસેજ કરે, કોલ કરે કે કોઈપણ રીતે વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો તે સ્પષ્ટ ઈશારો છે કે તમે તેને પસંદ છો. ઘણીવાર યુવતીઓ ડાયરેક્ટ પોતાના મનની વાત કરતી નથી પરંતુ તે વાત કર્યા વિના રહી પણ શકતી નથી તેથી તે તમને અલગ અલગ રીતે વાત કરી હીંટ આપે છે.
ઈર્ષા થવી
ઈર્ષા એ પણ પ્રેમનો ઈશારો છે. જો તમે તમારી અન્ય મહિલા મિત્રની વાત કરો, તેના વખાણ કરો અને તે વ્યક્તિને ન ગમે તો સમજી લેવું કે તેને પસંદ નથી કે તમે અન્ય કોઈની વાત કરો. અને આવું ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય. પ્રેમમાં યુવતીઓ વધારે પઝેસિવ થઈ જાય છે તેના કારણે ઈર્ષા પણ વધી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)