)
Guru Aditya Rajyog 2025: જ્યોતિષ શાસ્ત્રમાં દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને શુભ અને કલ્યાણકારી ગ્રહ માનવામાં આવે છે. તે જ્ઞાન, ધર્મ, ભાગ્ય, સંતાન, લગ્ન અને ધનનો કારક ગ્રહ છે. બૃહસ્પતિ એક રાશિમાં લગભગ એક વર્ષ સુધી રહે છે અને રાશિચક્ર પૂર્ણ કરવામાં 12 વર્ષનો સમય લાગે છે. તેવામાં જ્યારે ગુરૂની સ્થિતિ કે યુતિમાં ફેરફાર થાય છે તો તેની અસર દરેક રાશિઓ પર પડે છે. આ સમયે ગુરૂ મિથુન રાશિમાં અને શુક્ર કર્ક રાશિમાં બિરાજમાન છે.
વૈદિક જ્યોતિષ અનુસાર 11 સપ્ટેમ્બરની સવારે 4 કલાક 39 મિનિટ પર ગુરૂ અને શુક્રએ દ્વિદ્વાદશ યોગનું નિર્માણ કર્યું છે. માનવામાં આવે છે કે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ અને દૌત્યોના ગુરૂ શુક્રનો આ સંયોગ વિશેષ રાજયોગની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જેનાથી કેટલાક જાતકો પર ધન, સુખ અને સમૃદ્ધિની વર્ષા થાય છે.
કયા જાતકોને મળશે વિશેષ લાભ?
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે આ સમય શુભ સાબિત થવાનો છે. બૃહસ્પતિ અને શુક્રનો દ્વિદ્વાદશ યોગ તેને ધનલાભ, માન-સન્માન અને કરિયરમાં પ્રગતિ અપાવશે. અટવાયેલા કામ પૂરા થશે અને નવી જવાબદારી મળી શકે છે. વેપાર કરનાર જાતકોને મોટો ફાયદો થશે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે આ યોગ કોઈ સૌભાગ્યથી ઓછો નથી. નોકરી અને વેપાર બંનેમાં નવી તક મળશે. લાંબા સમયથી અટવાયેલી આર્થિક મુશ્કેલી દૂર થશે. લગ્ન જીવનમાં મધુરતા વધશે. ભાગ્યનો સાથ મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે.
ધન રાશિ (Sagittarius)
ધન રાશિના જાતકો માટે આ સમય રાજયોગ લઈને આવ્યો છે. અચાનક ધન લાભ, પ્રમોશન અને વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે.
દ્વિદ્વાદશ યોગનું મહત્વ
દ્વિદ્વાદશ યોગને જ્યોતિષમાં ખાસ માનવામાં આવ્યો છે. જ્યારે બૃહસ્પતિ અને શુક્ર આપસમાં 30 ડિગ્રી પર આવે છે તો આ યોગ જાતકોના જીવનમાં ધન, ઐશ્વર્ય, લગ્ન સુખ અને ધાર્મિક આસ્થા વધારે છે. 12 વર્ષ બાદ બનાનારો આ રાજયોગ તે લોકો માટે ખુબ લાભકારી છે, જેની કુંડળીમાં ગુરૂ અને શુક્ર શુભ સ્થિતિમાં હોય છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.