)
Surya Gochar 2025: 17 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 1.54 મિનિટે ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ઊર્જાનો પ્રતિક ગ્રહ છે. જ્યારે કન્યા રાશિ વિશ્લેષણ, સેવા અને વ્યવસ્થિત કાર્યશૈલી દર્શાવતી રાશિ છે. કન્યા રાશિમાં સૂર્યના ગોચરથી 12 રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવશે. જેમાંથી કેટલીક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર લાભકારી સિદ્ધ થવાનું છે.
સૂર્યના રાશિ પરિવર્તનથી 4 રાશિઓને જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. સૂર્ય અને કન્યા રાશિનું મિલન વ્યવસ્થિત જીવનશૈલીને પ્રોત્સાહન આપશે, કાર્યકુશળતા વધારશે અને ધન લાભ પણ કરાવી શકે છે. તો ચાલો જાણીએ સૂર્યનું ગોચર કઈ કઈ રાશિઓ માટે શુભ રહેવાનું છે.
મિથુન રાશિ
સૂર્યનું ગોચર મિથુન રાશિના ચોથા ભાવને પ્રભાવિત કરશે. આ ભાવ માતા સુખ અને સંપત્તિનો છે. આ ગોચર મિથુન રાશિના લોકોને પારિવારિક સુખ અને માનસિક શાંતિ આપશે. આ સમય દરમિયાન ઘરેલુ જીવનમાં સ્થિરતા આવશે અને સંપત્તિ સંબંધિત મામલે લાભ થઈ શકે છે. કાર્ય સ્થળ પર સંચાર કૌશલની સરાહના થઈ શકે છે. આ સમય મિથુન રાશિના લોકો માટે ઘર, પરિવાર સાથે સમય પસાર કરવાનો અને ભવિષ્યની યોજના બનાવવાનો સમય છે. પરિવાર સાથે સંવાદ મજબૂત થશે.
કન્યા રાશિ
સૂર્ય ગોચર કરીને કન્યા રાશિમાં જ પ્રવેશ કરશે અને આ ગોચર અત્યંત શુભ છે. આ સમય દરમિયાન વ્યક્તિત્વ સુધરશે અને આત્મવિશ્વાસ વધશે નિર્ણય લેવાની ક્ષમતા પણ પ્રબળ થશે. કાર્ય કુશળતાની સરાહના થશે. કારકિર્દીમાં ઉન્નતિની તક પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. આ સમયે પોતાની ક્ષમતાઓને દેખાડવાનો ગોલ્ડન અવસર હશે. આત્મ આલોચનાથી બચવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર 11 માં ભાવને પ્રભાવિત કરનાર હશે. આ ભાવ સામાજિક તાલમેલનો છે. વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક લાભ અને સામાજિક નેટવર્કમાં વિસ્તાર માટે સમય મળશે. આવક વધશે. સામાજિક ગતિ વિધિમાં સક્રિયતા વધશે. મિત્રો અને સહયોગીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના લોકો મહત્વકાંક્ષા પૂરી કરી સામાજિક ક્ષેત્રમાં ઓળખ બનાવશે. સામાજિક અવસરોનો લાભ ઉઠાવવો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે સૂર્યનું ગોચર નવમા ભાવને પ્રભાવિત કરનાર હશે. આ ભાવ ભાગ્ય ધર્મ અને ઉચ્ચ શિક્ષણનો છે. આ ગોચર મકર રાશિના લોકો માટે ભાગ્યવર્ધક અને પ્રગતિશીલ રહેશે આ સમય દરમિયાન અટકેલા કાર્ય પૂર્ણ થશે અને ભાગ્યનો સાથ મળશે. ઉચ્ચ શિક્ષા અને શોધ કાર્યોમાં પ્રગતિ થશે. આ સમય મકર રાશિના લોકો માટે લોંગ ટર્મ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. આધ્યાત્મિક વિકાસ માટે પણ અનુકૂળ સમય. ધાર્મિક કાર્યોમાં સક્રિયતાથી ભાગ લેશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)