)
2026નું વર્ષ શરૂ થઈ ગયું છે. જ્યોતિષ ગણતરી મુજબ આ વર્ષ સૂર્યદેવતાનું છે. અંક જ્યોતિષ મુજબ 2026નો યોગ 10 (2+0+2+6= 10) થાય છે. અંક જ્યોતિષમાં 10 નંબરનો મૂળાંક 1 થાય છે. મૂળાંક 1 સૂર્યનો અંક ગણાય છે. આવામાં આ વર્ષે સૂર્યનો પ્રભાવ અનેક રાશિઓ પર જોવા મળી શકે છે. આ સાથે જ આ વર્ષની શરૂઆતમાં અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ કારણે અનેક રાશિઓનું ભાગ્ય ચમકશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે અનેક રીતે 2026નું વર્ષ પરિવર્તન અને પ્રગતિનું વર્ષ સાબિત થશે. આ વર્ષ તમારી કરિયર અને વ્યક્તિગત જીવનમાં નવી ઉર્જા અને તકો લઈને આવશે. ગ્રહોની સ્થિતિ મુજબ આ વર્ષ તમારા આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિને વધારશે.
વૃષભ રાશિ
2026નું વર્ષ તમારા માટે આત્મવિશ્વાસ, સ્પષ્ટ સોચ અને મજબૂતીનું વર્ષ સાબિત થશે. આ વર્ષે તમે ફક્ત ભવિષ્યની યોજના ઘડશો એટલું નહીં પરંતુ તમારા જીવનને એ રીતે આકાર આપશે જેવો તમારો આંતરિક સ્વભાવ છે. વૃષભના જાતકો આ સમય દરમિયાન પોતાના સૌથી સથિર, સાચા અને શક્તિશાળી રૂપને સામે લાવશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નવા નવા સ્ત્રોતથી પૈસા આવશે. સુખ સંપત્તિમાં વધારો થશે. નવું વાહન, ઘર વગેરે ખરીદી શકો છો.
કર્ક રાશિ
સૂર્ય આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ અપાવી શકે છે. દેવગુરુ બૃહસ્પતિની ઉચ્ચ રાશિમાં ગોચર કરતાની સાથે તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. કરિયરમાં પ્રગતિ, વેપારમાં લાભ અને લગ્ન જીવનમાં સ્થિરતા જળવાશે. અટવાયેલા કામ પૂરા થઈ શકે. જો કે સ્વાસ્થ્ય માટે સજાગ રહેજો.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્તિ થઈ શકે છે. આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. કરિયરમાં પ્રગતિ અને આર્થિક લાભ થઈ શકે છે. શનિની ઢૈય્યા ચાલે છે આવામાં શનિની સ્થિતિમાં ફેરફારની અસર આ રાશિના જાતકોના જીવનમાં જોવા મળી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ કરિયર, શિક્ષણ અને પૈસાની રીતે પ્રગતિમય રહેશે. કરિયરમાં સૂર્ય અને ગુરુનો વિશેષ પ્રભાવ પ્રમોશન, નવી નોકરીમાં સફળતા અપાવી શકે. આર્થિક રીતે પૈતૃક સંપત્તિ, નવા નાણાકીય સ્ત્રોત અને મોટા રોકાણથી લાભ થશે. શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ અને વિદેશની તકો મળી શકે છે. બધુ મળીને આ વર્ષ સફળતા, તકો અને પરિવારમાં સંતુલન લાવનારું રહેશે.
તુલા રાશિ
વર્ષ 2026 તુલા રાશિના જાતકો માટે કરિયર અને આર્થિક રીતે મહત્વપૂર્ણ રહેશે. અટવાયેલા કામો પૂરા થાય, પદોન્નતિ અને વ્યવસાયિક પ્રતિષ્ઠા વધારવામાં મદદરૂપ થાય. નોકરી, હરિફાઈ અને વિદેશી કંપનીઓમાં તકો મળશે. આર્થિક રીતે રોકાણ અને સંપત્તિમાં જો કે સાવધાની જરૂરી છે પરંતુ આવક અને લાભ વધશે. શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં રાહુ શુભ પ્રભાવ આપશે, જ્યારે રચનાત્મક અને ટેક્નિકલ ક્ષેત્રોમાં પ્રગતિ શક્ય છે.
વૃશ્ચિક રાશિ
વર્ષ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે ધન, કરિયર અને શિક્ષણમાં પ્રગતિનું વર્ષ રહેશે. રાહુ અને ગુરુના પ્રભાવથી અચાનક ધનલાભ, અટવાયેલા પૈસા પાછા મળી શકે, પ્રોપર્ટીથી નફાના યોગ બનશે. કરિયરમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અને સરકારી તથા વહીવટી ક્ષેત્રોમાં સફળતા શક્ય છે. જો કે તણાવ અને ક્રોધથી બચવું. સંતાન સુખના યોગ છે. સંયમ અને સંતુલનથી વર્ષ શુભ સાબિત થઈ શકે.
કુંભ રાશિ
વર્ષ 2026 કુંભ રાશિના જાતકો માટે વેપાર અને આર્થિક મામલાઓમાં પરિવર્તનકારી સિદ્ધ થઈ શકે છે. સૂર્ય અને ગુરુના પ્રભાવથી બિઝનેસમાં તેજી આવશે. અટવાયેલા પ્રોજેક્ટ પૂરા થશે અને નવા કોન્ટ્રાક્ટ મળશે. વિદેશી, ઓલાઈન, રિયલ એસ્ટેટ, નાણાકીય, શિક્ષણ અને વહીવટ સાથે જોડાયેલા વેપારમાં વિશેષ લાભ થઈ શકે. આર્થિક રીતે રાહુ અને ગુરુ નવી તકો, અટવાયેલું ધન અને આવકમાં વધારો આપશે. જૂન બાદ ખર્ચા પર નિયંત્રણ થશે અને ધનનો યોગ્ય ઉપયોગ થશે. સ્વાસ્થ્ય માટે માનસિક શાંતિ, યોગ અને ધ્યાન જરૂરી રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)