ગુજરાતી ન્યૂઝSpiritualAkshaya Tritiya 2025: અક્ષય તૃતીયાથી શરુ થશે આ 7 રાશિઓનો સારો સમય, એકસાથે 6 રાજયોગ સર્જાશે, કેટલાક લોકો રાતોરાત થશે માલામાલ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાથી શરુ થશે આ 7 રાશિઓનો સારો સમય, એકસાથે 6 રાજયોગ સર્જાશે, કેટલાક લોકો રાતોરાત થશે માલામાલ

Rare Rajyog On Akshaya Tritiya 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોની ચાલ એવી રહેવાની છે કે એકસાથે 6 રાજયોગ સર્જાશે. જેમાં ગજકેસરી રાજયોગ, લક્ષ્મીનારાયણ રાજયોગનો પણ સમાવેશ થાય છે. આ 6 રાજયોગ 7 રાશિના લોકો માટે લકી છે. આ રાશિઓ રાતોરાત માલામાલ થાય તો પણ નવાઈ નહીં હોય.
 

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાથી શરુ થશે આ 7 રાશિઓનો સારો સમય, એકસાથે 6 રાજયોગ સર્જાશે, કેટલાક લોકો રાતોરાત થશે માલામાલ

Rare Rajyog On Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા જેને અખાત્રીજ પણ કહેવામાં આવે છે તે વૈશાખ મહિનાના શુક્લપક્ષની ત્રીજની તિથિના દિવસે મનાવાય છે. અક્ષય તૃતીયાને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે એટલે કે આ દિવસે કોઇપણ શુભ કાર્ય કરવા માટે અલગથી મુહુર્ત જોવાની જરૂર પણ હોતી નથી. અક્ષય તૃતીયાના દિવસે કરેલા કાર્યનું પણ અનેક ગણું પુણ્ય ફળ મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 ના રોજ આવી રહી છે. 

Add Zee News as a Preferred Source

અક્ષય તૃતીયા પર સર્જાશે એક સાથે 6 રાજયોગ

આ વર્ષની અક્ષય તૃતીયા જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાની છે. ક્યારેય ન બન્યું હોય તેવું આ અક્ષય તૃતીયા પર બનવા જઈ રહ્યું છે. અક્ષય તૃતીયાના દિવસે એક સાથે 6 દુર્લભ સંયોગ સર્જાવવા જઈ રહ્યા છે. અક્ષય તૃતીયાના દિવસે છ અત્યંત શુભ રાજ્યોગનું નિર્માણ થવાનું છે. આ રાજયોગ ના કારણે 7 રાશિના લોકોને ધન, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ રાજયોગ ના પ્રભાવના કારણે જો આ 7 રાશિના લોકો રાતોરાત અમીર બને તો પણ નવાઈ નહીં.

અક્ષય તૃતીયા પર સર્જાશે આ 6 રાજયોગ 

અક્ષય તૃતીયના દિવસે મીન રાશિમાં શનિ, બુધ, શુક્ર અને રાહુ એકસાથે બિરાજમાન હશે તેથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ચતુર્ગ્રહી યોગની સાથે માલવ્ય રાજયોગ પણ આ દિવસે સર્જાશે. અક્ષય તૃતીયના દિવસે બુધ અને શુક્રની શુભ યુતીના કારણે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ દિવસે ચંદ્ર અને ગુરુ વૃષભ રાશિમાં એક સાથે હશે જેના કારણે ગજ કેસરી રાજયોગ નું નિર્માણ થશે. અક્ષય તૃતીયાના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ યોગ અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ સર્જવાનો છે. 

6 રાજયોગની રાશિઓ પર અસર 

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને આ સમયે ગજ કેસરી રાજયોગના કારણે શુભ ફળ મળશે. ધન, સંપત્તિ અને રોકાણથી લાભ થશે. કારકિર્દીમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન સુખમય રહેશે. સોના-ચાંદી જેવી કીમતી ધાતુમાં રોકાણ કરવાથી લાભ થશે. 

કર્ક રાશિ 

કર્ક રાશિ માટે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ અત્યંત ફળદાયી સિદ્ધ થશે. જુના કરજથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં ફાયદો થશે. પારિવારિક સમસ્યાઓ નું સમાધાન આવશે. 

સિંહ રાશિ 

સિંહ રાશિ માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત શુભ રહેશે. આ યોગની અસરથી ધન વૃદ્ધિ થવાના પ્રબળ સંકેત મળી રહ્યા છે. વેપારમાં અચાનક મોટો લાભ પણ થઈ શકે છે. સરકારી કાર્યોમાં સફળતા મળી શકે છે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા વધે તેવી પણ સંભાવના. 

તુલા રાશિ 

તુલા રાશિના લોકોને શુક્રના કારણે સર્જાયેલો માલવ્ય રાજયોગ લાભ કરાવશે. જીવન શૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે. આર્થિક યોજનાઓ સફળ થશે અને કલાના ક્ષેત્રે પણ સન્માન પ્રાપ્ત થશે. 

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના લોકોને પણ ગજ કેસરી રાજયોગ લાભ કરાવશે. આવકના સ્ત્રોત ઊભા થશે. માનસિક સ્થિતિ સુધરશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કોર્ટ કચેરી સંબંધિત બાબતોમાં સફળતા મળશે. 

મકર રાશિ 

મકર રાશિને માલવ્ય રાજયોગ ફાયદો કરાવશે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં પદોન્નતી થવાનો અવસર પ્રાપ્ત થશે. નવી ગાડી કે પ્રોપર્ટી ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. 

મીન રાશિ 

મીન રાશિમાં શનિ, બુધ, શુક્ર અને રાહુ એકસાથે હશે. ચતુર્ગ્રહી યોગના કારણે નવા કાર્યોની શરૂઆત ઉત્તમ ફળ આપશે. અટકેલું ધન પરત મળવાની પણ સંભાવના. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news