)
Pitru Paksha 2025: હિન્દુ ધર્મમાં પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે અને પિતૃઓની તૃપ્તિ માટે પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવાય છે તે મહત્વનો હોય છે. પિતૃ પક્ષ 15 દિવસ સુધી ચાલે છે આ સમય દરમિયાન પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર થી શરૂ થશે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષનો પિતૃ પક્ષ મહત્વપૂર્ણ છે કારણ કે આ 15 દિવસ દરમિયાન 2 ગ્રહણ થવાના છે જેમાં એક ચંદ્રગ્રહણ છે અને એક સૂર્યગ્રહણ થશે.
જ્યોતિષ ગણાના અનુસાર 100 વર્ષ પછી પિતૃ પક્ષમાં આવો દુર્લભ સંયોગ બનવાનો છે. જેમાં બે ગ્રહણ એક સાથે લાગવા જઈ રહ્યા છે. પિતૃ પક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે અને આ દિવસે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગશે. પિતૃ પક્ષનો છેલ્લો દિવસ 21 સપ્ટેમ્બર 2025 હશે અને આ દિવસે છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આવો સંયોગ સો વર્ષ પહેલા બન્યો હતો જ્યારે પિતૃ પક્ષમાં બે ગ્રહણ થયા હોય.
ગ્રહણના દિવસનું શ્રાદ્ધ માન્ય ગણાય કે નહીં ?
પિતૃ પક્ષમાં ગ્રહણ લાગવાથી લોકોના મનમાં શ્રાદ્ધને લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે કે જે દિવસે ગ્રહણ હોય તે દિવસનું શ્રાદ્ધ માન્ય ગણાય કે નહીં. તો તેનો જવાબ છે ના. ગ્રહણના દિવસે સુતક કાળ હોય છે અને સૂતક કાળ દરમ્યાન કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્યો કરવાની મનાઈ હોય છે જેમાં શ્રાદ્ધનો પણ સમાવેશ થાય છે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાથી શરૂ થઈ જશે અને સૂર્ય ગ્રહણનો સૂચત કાળ 12 કલાક પહેલાથી શરૂ થાય છે. ગ્રહણ પૂરું થયા પછી સૂતક કાળ સમાપ્ત થાય છે.
જ્યોતિષ ગણના અનુસાર ગ્રહણ દરમિયાન શ્રાદ્ધ કર્મ કરવું ઉચિત નથી. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ સમયે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારે હોય છે તેથી આ દિવસે પૂજા, પાઠ અને શુભ કાર્ય તેમજ શ્રાદ્ધ કરવું વર્જિત હોય છે. તેથી ગ્રહણ સમાપ્ત થયા પછી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.
ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ દરમિયાન શ્રદ્ધા કરવાથી પિતૃઓને કષ્ટ પહોંચી શકે છે અને તેમના આશીર્વાદ મળતા નથી. ગ્રહણ સમાપ્ત થયા પછી શુભ મુહૂર્તમાં શ્રાદ્ધ કરવું જોઈએ. તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે .
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)