Air India Plane Crash: 12 જૂન, 2025નો દિવસ અમદાવાદના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 1.37 કલાકે ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ અચાનક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં સવાર એક વ્યક્તિને છોડી 241 લોકોના મોત થયા છે. હવે આ ઘટનાને અંકશાસ્ત્ર સાથે જોડીને જોવામાં આવી રહી છે.

Ahmedabad Plane Crash Numerology: અમદાવાદમાં 12 જૂન 2025ના થયેલ ભયાનક પ્લેન ક્રેશની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. આ દુખદ દુર્ઘટનામાં 270 લોકોના અકાળે મોત થયા છે. પરંતુ આ ઘટના સાથે જોડાયેલું એક એવું રહસ્ય છે, જે અંકશાસ્ત્રના જાણકારોને વિચારવા પર મજબૂર કરી રહ્યું છે. વારંવાર સામે આવી રહ્યું છે 9 નંબરનું કનેક્શન. શું આ માત્ર એક સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ બ્રહ્માંડીય સંકેત છુપાયેલો છે? આવો અંકશાસ્ત્રના માધ્યમથી આ રહસ્યને સમજવાનો પ્રયાસ કરીએ.
નંબર 9નું રહસ્યમય ચક્ર
અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાય હતી. જો આપણે આ તારીખનો અંક કાઢીએ તો તે 9 (1+2+6=9) આવે છે. એટલું જ નહીં દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટનો નંબર AI-171 હતો. આ બધા એંકોને સિંગલ જોડવા પર 9 (1+7+1=9) છે. સામાન્ય રીતે આ વર્ષ 2025 છે, જેના અંકનો યોગ પણ 9 (2+0+2+5=9) છે. આ બધામાં 9 સંખ્યા વારંવાર આવવી કોઈ રહસ્યથી ઓછું નથી. આ અંકશાસ્ત્રીઓના ઊંડા રિસર્ચનો વિષય બની ગયો છે.
અંકશાસ્ત્રમાં 9નું મહત્વઃ પૂર્ણતા અને કર્મ ચક્રનું પ્રતીક
હકીકતમાં આપણે અંકશાસ્ત્ર જ્યોતિષનું માનીએ તો સંખ્યા 9ને હંમેશાથી પૂર્ણતા, કર્મ ચક્ર અને ભાગ્યની સંખ્યાના રૂપમાં ઓળખવામાં આવે છે. 9 હંમેશા તીવ્ર પરિવર્તન કે કોઈ વસ્તુના અંત સાથે જોડાયેલો હોય છે, જે અંતે આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે. આ એક એવો અંક છે જે દર્શાવે છે કે એક ચક્ર પૂર્ણ થઈ ગયું છે અને હવે કંઈક નવું શરૂ થવાનું છે. દુર્ઘટનાઓ અને મોટા ફેરફાર હંમેશા આવા સમયે થાય છે, જ્યારે 9નો પ્રભાવ પ્રબળ હોય છે. આ આપણે શીખવાડે છે કે બધુ ખતમ થયા બાદ કંઈક સારાની શરૂઆત થઈ શકે છે. ભલે તે શરૂઆત ગમે એટલી દર્દનાક કેમ ન હોય.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું કનેક્શન
આ ઘટના સાથે જોડાયેલી બીજી ચોંકાવનારી વાત છે કે આ પ્લેન ક્રેશની તારીખ 12 જૂન (1+2+6=9)- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની ઉડાન તારીખ અને તેમના લકી નંબરની સાથે-સાથે મૃત્યુની તિથિ પણ 9 નંબરથી સંબંધિત છે. કહેવામાં આવી રહ્યું છે કે 1206 નંબરને પોતાનો લકી નંબર માનતા હતા. તેમના માટે 1206 માત્ર એક નંબર નહોતો પરંતુ તે ભાગ્યનું પ્રતીક હતું. તે 1206 નંબર પર એટલો વિશ્વાસ રાખતા હતા કે તેમની સ્કૂટીનો નંબર 1206 હતો તેમની પાસે રહેલી કારની નંબર પ્લેટ પર 1206 નંબર હતો.
મંગળ અને 2025નો પ્રભાવ
વર્ષ 2025, જેનો સિંગલ અંક 9 છે, મંગળ ગ્રહ દ્વારા શાસિત છે. મંગળને ઉર્જા, ક્રિયા અને ક્યારેક ટકરાવનો ગ્રહ માનવામાં આવે છે. તેવામાં 9 ના પ્રભાવની સાથે મંગળનું પ્રબળ હોવું કેટલીક તીવ્ર ઘટનાઓનું કારણ બની શકે છે. આ વર્ષ 2025 મંગળના પ્રભાવ હેઠળ કેટલીક અવિશ્વાસનીય ઘટનાઓ અને મોટા પરિવર્તનનું સાક્ષી બની શકે છે. આપણે આ સંકેતને સમજવા અને શીખવાની જરૂરિયાત રહે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ એક દુખદ ઘટના હતી, પરંતુ અંકશાસ્ત્રના માધ્યમથી 9 નંબરનું વારંવાર આવવું આપણે બ્રહ્માંડના તે રહસ્યો પર વિચારવા મજબૂર કરે છે, જેને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. શું આ સંખ્યાઓ માત્ર આંકડો છે કે આપણા જીવન અને ઘટનાઓ સાથે ઊંડાણથી જોડાયેલ છે? આ એક એવો પ્રશ્ન છે જેનો ઉત્તર આપણે બધાએ શોધવો પડશે. આ ઘટના આપણા જીવનની ક્ષણભુંગરતા અને કર્મના મહત્વને યાદ અપાવે છે.