)
Antim Sanskar: સ્મશાન તે છેલ્લી જગ્યા છે જ્યાં વ્યક્તિનું શરીર અગ્નિમાં ભસ્મ થઈ પંચતત્વમાં વિલીન થઈ ગાય છે. હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કાર કરવા જરૂરી માનવામાં આવે છે કારણ કે ત્યારબાદ જીવનો આત્મા સ્વર્ગ, નર્ક કે નવું જીવન ધારણ કરે છે.
અંતિમ સંસ્કારના ઘણા નિયમ અને પરંપરાઓ છે જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે સ્મશાન ઘાટમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ પાછળ વળી જોવાની મનાઈ હોય છે, તેની પાછળ શું કારણ છે આવો જાણીએ.
અંતિમ સંસ્કાર બાદ પાછળ વળી જોવાથી શું થાય છે?
ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારજનો અને ચાહનારા ભાવુક હોય છે. વિલાપ કરે છે. પોતાના સ્વજનોને ગુમાવવાનું દુખ સહન કરવું તેના માટે મુશ્કેલ થઈ જાય છે. સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવા સમયે આત્માના સગા-સંબંધીઓ અને નજીકના લોકો હાજર રહે છે.
ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે આત્મા અજર, અમર અને અવિનાશી છે. શરીર ભસ્મ થઈ જાય છે પરંતુ આત્માનું અસ્તિત્વ રહે છે. તેવામાં એકવાર મૃતદેહને અગ્નિ આપ્યા બાદ લોકો સ્મશાનથી પોતાના ઘરે પરત ફરે છે અને કહેવામાં આવે છે કે આ વચ્ચે કોઈ પાછળ વળી જુએ તો મૃત વ્યક્તિની આત્મા પણ મોહ વશ તેની સાથે પરત જવાની ઈચ્છા રાખે છે. તેથી અંતિમ સંસ્કાર બાદ પાછળ ફરીને જોવાની ના પાડવામાં આવે છે, જેથી આત્મા બંધનથી મુક્ત થઈ પરલોક ગમનની યાત્રા પૂરી કરી શકે.
13 દિવસ આત્માની શાંતિ માટે થાય છે કર્મકાંડ
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી શરીરમાંથી બહાર નીકળતી આત્માને 'પ્રેત' કહેવામાં આવે છે, જે કોઈપણ પરિસ્થિતિમાં આગળ વધવા માટે બંધાયેલો છે. આત્મા શરીર વિના દસ દિવસ સુધી તેના મૂળ અને પરિચિત સ્થળોએ ફરે છે. 13 દિવસ સુધી, મૃતકના અંતિમ સંસ્કાર સંબંધિત તમામ જરૂરી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે જેથી આત્માને શાંતિ મળે.