)
Lucky Moles: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પર કેટલાક ખાસ તલ, મસા તે જન્મચિન્હ હોય તો તે શુભ ગણાય છે. ભાગ્યશાળી લોકો હોય તેને શરીરના આ 7 અંગ પર તલ હોય છે. જેને આ તલ હોય તેના વિશે એવું માનવામાં આવે છે કે તે તેના પૂર્વ જન્મમાં પુણ્યશાળી હોય છે અને આ જન્મમાં પણ સુખ-સમૃદ્ધિથી જીવન જીવે છે. શરીરના આ 7 અંગ પર તલ હોય તેને દિવ્ય ચિન્હ કહેવામાં આવે છે. આ નિશાન હોય તે વ્યક્તિના જીવનમાં ધન, સન્માન અને પ્રેમ જીવનભર રહે છે.
માથાની વચ્ચે તલ
જે વ્યક્તિને કપાળમાં એકદમ વચ્ચે તલ હોય તે અત્યંત બુદ્ધિશાળી, પ્રસિદ્ધ અને ધનવાન બને છે. સરકારી નોકરી, ઉચ્ચ પદ અને નામના આ લોકોને મળે છે. આવા તલ ધરાવતી મહિલા સૌભાગ્યવતી હોય છે.
જમણા ગાલ પર તલ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરુષને જમણા ગાલ પર અને મહિલાના ડાબા ગાલ પર તલ હોય તો તે રાજયોગનો સંકેત ગણાય છે. આવા લોકો વાહન સુખ, વિદેશ યાત્રા, નેતૃત્વ, વિલાસતા ભોગવે છે. આવા લોકોનું વ્યક્તિત્વ આકર્ષિક હોય છે. લોકો તેમની વાત માને છે.
હોઠ પર તલ
ઉપરના હોઠ પર તલ હોવો શુક્ર અને બુધનો શુભ યોગ દર્શાવે છે. આવા વ્યક્તિ બોલવામાં મધુર, ખાવાપીવાના શોખીન અને ધનવાન હોય છે. તેમનું વૈવાહિક જીવન સુખમયી હોય છે. તેમને સંતાનસુખ પણ સારું હોય છે.
હથેળીમાં તલ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણા હાથન હથેળીમાં કાળા તલ હોય તે વ્યક્તિ પર ભગવાન કુબેરના આશીર્વાદ રહે છે. આવા લોકો જ્યાં હાથ રાખે ત્યાંથી ધન મળે છે. તેઓ વેપાર, નોકરીમાં સફળ થાય છે. તેમના જીવનમાં ગરીબી ટકતી નથી.
કમર કે નાભિ પાસે તલ
કમર કે નાભિની ઉપર કે આસપાસ તલ હોવા પણ શુભ છે. આવા લોકો પર માં લક્ષ્મીના આશીર્વાદ હોય છે. તેમનું આયુષ્ય લાંબુ હોય છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. વૈવાહિક જીવન સુખી હોય છે અને ઘર ધન-ધાન્યથી ભરેલુ રહે છે.
પગના તળિયે તલ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણા પગના તળિયામાં તેલ હોય તેવા વ્યક્તિના જીવનમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. આવા લોકો જ્યાં કામ કરે ત્યાં સફળ થાય છે. વિદેશ યાત્રાઓ કરવાની તક મળે છે. આવા લોકો દરેક ક્ષેત્રમાં વિજયી થાય છે. તેમને ક્યારેય નિષ્ફળતા મળતી નથી.
પીઠ પર તલ
ખભાની વચ્ચે પીઠ પર તલ હોવો શુભ ગણાય છે. આવા વ્યક્તિ પર મુસિબત આવે તો પણ ભાગ્ય તેમને બચાવી લે છે. તેઓ જ્યાં જાય ત્યાં સન્માન મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)