વર્ષ 2021માં લગ્ન માટે કયા દિવસો છે શુભ, કયા મહીનામાં સૌથી વધુ શુભ તિથિઓ...ખાસ જાણો

વર્ષ 2020માં કોરોનાના કહેરથી ખૂબ ઓછા લગ્ન થયા છે...કેટલાક પ્રતિબંધો અને કોરોનાના ડરથી મોટાભાગના લગ્નો આવતા વર્ષ પર ટાળી દેવામાં આવ્યા છે.

Updated By: Dec 6, 2020, 12:49 PM IST
વર્ષ 2021માં લગ્ન માટે કયા દિવસો છે શુભ, કયા મહીનામાં સૌથી વધુ શુભ તિથિઓ...ખાસ જાણો

ઝી મીડિયા, અમદાવાદ: વર્ષ 2020માં કોરોનાના કહેરથી ખૂબ ઓછા લગ્ન થયા છે. કેટલાક પ્રતિબંધો અને કોરોનાના ડરથી મોટાભાગના લગ્નો આવતા વર્ષ પર ટાળી દેવામાં આવ્યા છે. કાળમુખો કોરોના આ વર્ષે લગ્નના અવસર ભરખી ગયો છે. થોડા ઘણા લગ્ન થયા એ પણ લિમિટેડ સંખ્યા અને પ્રતિબંધોની રેખાની અંદર થયા. પરંતુ હવે વર્ષ 2020 વિદાય લેવાના આરે છે અને કોરોનાનો ખાતમો પણ નજીક હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે શુભ તિથિઓ ગુમાવનારા લગ્ન વાંછૂકો 2021ના શુભ દિવસો શોધવા લાગ્યા છે. અત્યારથી જ 2021ના શુભ દિવસોમાં લગ્નના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

જો સપનામાં તમને આ 5 વસ્તુ દેખાય તો સમજી લેજો...તમે થઈ જશો માલામાલ! અપાર સંપત્તિના સંકેત

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલા દિવસ શુભ

2021ના વર્ષમાં જાન્યુઆરી મહિનામાં લગ્ન માટે માત્ર એક જ દિવસ શુભ છે. 18 જાન્યુઆરી અને સોમવરના દિવસે 2021ના વર્ષનું પહેલું લગ્ન માટે શુભ મુહૂર્ત છે. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગ્ન માટે કોઈ પણ શુભ દિવસ નથી. જેથી આ બે મહિના લગ્ન વાંછૂકોએ રાહ જોવી પડશે. જ્યારે એપ્રિલ મહિનામા લગ્ન માટે 8 શુભ દિવસો છે. જેમાં લગ્નનું આયોજન કરી શકાય તેમ છે. 18 જાન્યુઆરી બાદ લગ્નનું બીજું શુભ મુહૂર્ત 22 એપ્રિલે છે. એપ્રિલ મહિનામાં 22 એપ્રિલ પછી 24 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી લગ્નનું શુભ મુહૂર્ત છે.

મે મહિનામાં 15 શુભ તિથિઓ

વર્ષ 2021ના મે મહિનામાં લગ્ન માટે સૌથી વધુ 15 શુભ તિથિઓ છે. મે મહિનામા 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28, 29 અને 30 તારીખો લગ્ન માટે શુભ છે. આ દિવસોમાં લગ્નનું આયોજન અતિ શુભ ગણવામાં આવે છે.

અલૌકિક રહસ્ય...'પાંડવકાળ'ના આ મંદિરમાં મડદામાં પણ પ્રાણ ફૂંકાય છે!

જૂનથી ડિસેમ્બર 2021 સુધી ક્યાં મુહૂર્ત શુભ

વર્ષ 2021ના જૂન મહિનામાં લગ્ન માટે 9 શુભ દિવસ ઉપલબ્ધ છે. જૂન મહિનામાં 3, 4, 5, 16, 19, 20, 22, 23 અને 24 તારીખ લગ્ન માટે શુભ છે. જ્યારે વર્ષ 2021ના જુલાઈ મહિનામાં લગ્ન માટે માત્ર 5 જ શુભ દિવસ છે. 1, 2, 7, 13 અને 15 જુલાઈએ લગ્ન માટે શુભ તારીખો છે. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના ત્રણેય મહિનામાં લગ્ન માટે કોઈ પણ શુભ તિથિ નથી. ફરી નવેમ્બર મહિનામાં લગ્ન માટે 7 દિવસ શુભ આવશે. નવેમ્બર મહિનાની શુભ તારીખો 15, 16, 20, 21, 28, 29 અને 30 છે...જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે 6 દિવસ શુભ છે. ડિસેમ્બરમાં લગ્ન માટે 1, 2, 6, 7, 11 અને 13  તારીખ લગ્ન માટે શુભ છે. એટલે 2021ના 7 મહિનાઓમાં લગ્ન માટે શુભ તિથિઓ છે. પરંતુ 5 મહિનામાં લગ્નનું આયોજન કરી શકાય તેવો યોગ છે. જેથી લગ્ન વાંછૂકોએ અત્યારથી શુભ તિથિઓ માટે બુકિંગ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube