Bhutadi Amavasya 2025: 12 અમાસમાંથી ભૂતડી અમાવસ્યા સૌથી વિશેષ હોય છે, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં ?

Bhutadi Amavasya 2025: વર્ષ દરમિયાન 12 અમાસ આવે છે. આ 12 અમાસમાંથી સૌથી ખાસ હોય છે ભૂતડી અમાસ. ભૂતડી અમાસનું નામ આવતાં જ ડર લાગે છે પરંતુ આ અમાસ સૌથી પ્રભાવશાળી હોય છે. આ દિવસે જો 3 કામ કરી લેવામાં આવે તો જીવનની બધી જ બાધા દુર થઈ જાય છે. 
 

Bhutadi Amavasya 2025: 12 અમાસમાંથી ભૂતડી અમાવસ્યા સૌથી વિશેષ હોય છે, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં ?

Bhutadi Amavasya 2025: અમાસની તિથિ હોય ત્યારે ચંદ્ર અલોપ થઈ જાય છે. તેથી જ અમાસને કાળી રાત પણ કહેવાય છે. વર્ષ દરમિયાન આવતી 12 અમાસ માંથી ચૈત્ર માસની અમાસ સૌથી વિશેષ હોય છે. ચૈત્ર મહિનામાં આવતી અમાસને ભૂતડી અમાસ પણ કહેવામાં આવે છે. ભૂતળી અમાસ નામ સાંભળતા જ એ પ્રશ્ન મનમાં થશે કે આ અમાસ અને ભૂત સાથે શું સંબંધ હોય છે? જો તમને આ અંગે જાણકારી ન હોય તો ચાલો તમને જણાવીએ કે ચૈત્ર માસની અમાસની ભૂતડી અમાસ શા માટે કહેવાય છે અને આ દિવસે શું કરવું જોઈએ ?

વર્ષ 2025 માં ભૂતડી અમાસ ક્યારે છે ?

ચૈત્ર માસની અમાસ જેને ભૂતડી અમાસ પણ કહેવાય છે તે આ વર્ષે 28 માર્ચે 7.55 મિનિટથી શરૂ થશે જે 29 માર્ચના રોજ સાંજે 4.27 મિનિટે પૂર્ણ થશે. ઉદયા તિથિ અનુસાર આ વર્ષે ભૂતળી અમાસ 29 માર્ચ અને શનિવારે ઉજવાશે. 

ભૂતડી અમાસનો ભૂતો સાથે સંબંધ છે?

શાસ્ત્ર અનુસાર ચંદ્ર મનનો કારક ગ્રહ છે. તેથી જ અમાસ અને પૂનમની તિથિ હોય ત્યારે વ્યક્તિએ પોતાનું મન સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી માન્યતા છે કે ચૈત્ર અમાસની તિથિ પર દિવસ અને રાત રજો અને તમો ગુણથી યુક્ત અનિષ્ટ અને નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે અને ધરતી પર ફરવા લાગે છે. એવું પણ માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓ અને અતૃપ્ત આત્મા કોઈના મન કે શરીર પર હાવી થઈ શકે છે અને પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરાવી શકે છે. આ શક્તિઓના પ્રભાવના કારણે વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર અને ક્રોધી થઈ જાય છે. 

ભૂતડી અમાસ પર શું કરવું ?

હનુમાન ચાલીસાનો પાઠ 

ચૈત્ર મહિનાની અમાસ એટલે કે ભૂતડી અમાસની તિથિ પર ખરાબ શક્તિઓનો પ્રભાવ ઓછો થાય તે માટે ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર કે પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે. 

નદીમાં સ્નાન 

ભૂતડી અમાસ પર મન અને આત્મા ઉગ્ર થઈ જાય છે તેથી માનસિક શાંતિ જાળવી રાખવા માટે ભૂતળી અમાસના દિવસે સવારે નદીમાં સ્નાન કરવું. સાથે જ તે દિવસે દૂધ અને પાણીથી શિવલિંગનો અભિષેક કરવો. 

નવગ્રહની પૂજા 

ચૈત્ર માસની અમાસ પર દેવી-દેવતાઓની સાથે નવગ્રહની પૂજા કરવી પણ શુભ રહે છે. જો આ દિવસે પિતૃઓની પૂજા અર્ચના કરવામાં આવે તો પણ લાભ થાય છે. આ દિવસે શ્રાદ્ધ, તર્પણ અને પિતૃ નિમિત્તે દાન કરવાથી પણ પૂર્વજ પ્રસન્ન થાય છે. ભૂતડી અમાસના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી પણ પૂર્વજોની આત્માને તૃપ્તિ મળે છે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news