)
Budh Double Gochar 2025: બુદ્ધિ, વાણી, વેપારનો કારક ગ્રહ અને ગ્રહોના રાજકુમાર બુધ ઓક્ટોબર મહિનામાં ડબલ ગોચર કરશે. આ ડબલ ગોચર દશેરાના શુભ દિવસે થશે. પંચાંગ અનુસાર 2 ઓક્ટોબર અને દશેરાના દિવસે બુધ ગ્રહનો ઉદય થશે અને 3 ઓક્ટોબરના રોજ બુધ ગોચર કરશે. બુધનું આ ડબલ ગોચર 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ અને કરિયરમાં મોટો લાભ કરાવી શકે છે.
આ સમયે બુધ ગ્રહ કન્યા રાશિમાં સૂર્ય સાથે ગોચર કરે છે પરંતુ અસ્ત સ્થિતિમાં છે. 2 ઓક્ટોબરે સાંજે બુધ ગ્રહનો ઉદય થશે. કન્યા રાશિમાં બુધ ગ્રહનો ઉદય થશે તેનાથી 5 રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે.સાથે જ 3 ઓક્ટોબરે બુધ ગ્રહ ગોચર કરી તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં બુધ ગ્રહની મંગળ સાથે યુતી થશે. બુધ ગ્રહની સ્થિતિમાં 24 કલાકની અંદરમાં જે ફેરફાર થશે તે 5 રાશિના લોકો માટે લાભકારક સાબિત થશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ ગ્રહનું ડબલ ગોચર લાભકારી સિદ્ધ થશે. બુધના ગોચરથી આત્મવિશ્વાસ વધશે અને સમસ્યાઓથી છુટકારો મળશે. આ સમય દરમિયાન કોઈ સારી ખબર સાંભળવા મળી શકે છે. જો કોઈ વિવાદિત મામલો ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળી શકે છે.
વૃષભ રાશિ
બુધનું ગોચર વૃષભ રાશિના લોકોને સંવાદક કુશળ બનાવશે. આ સમય દરમિયાન સંબંધો સુધરશે. ધનલાભ થવાની પણ શક્યતા. અટકેલું ધન અચાનક પરત મળી શકે છે. બેંક બેલેન્સ વધશે. આદતોમાં સુધારો કરવાથી સારા પરિણામ મળશે. સિંગલ જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ બુધ ગ્રહનું ડબલ ગોચર આર્થિક સમસ્યાઓથી મુક્તિ અપાવનાર સાબિત થશે. અચાનક અણધાર્યો ધન લાભ થઈ શકે છે. બચત કરવામાં સફળતા મળશે. મોટી સમસ્યાથી રાહત મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે.
તુલા રાશિ
બુધ ગ્રહનું ઉદય થવું તુલા રાશિ માટે પણ શુભ છે. ઉદય થયા પછી બુધ ગ્રહ તુલા રાશિમાં જ પ્રવેશ કરશે, જેના કારણે આ રાશિના લોકોને મોટો લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન વાણીનો પ્રભાવ વધશે. લોકો વાત સાંભળશે અને માનશે. સમાજમાં સારી ઓળખ ઊભી થઈ શકે છે. ધન લાભ થવાની પણ સંભાવના.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે પણ બુધ ગ્રહનું ઉદય થવું લાભકારી રહેશે. નોકરી અને વેપારમાં સફળતા મળી શકે છે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. અવિવાહિક લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. પરિણીત લોકોનું લગ્ન જીવન મજબૂત રહેશે. ધન લાભ થવાની પણ સંભાવના.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)