Budh Gochar: મંગળની રાશિ મેષમાં બુધ કરશે પ્રવેશ, 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, 7 મે થી આ લોકોનું ભાગ્ય પલટી મારશે
Budh Gochar May 2025: મે મહિનાની શરુઆતમાં બુધ ગ્રહ રાશિ બદલશે. બુધના રાશિ પરિવર્તન સાથે 3 રાશિના લોકોનું ભાગ્ય પણ બદલી જશે. આ 3 રાશિના લોકોની કિસ્મત રાતોરાત ચમકશે. તો ચાલો તમને જણાવીએ આ રાશિઓ કઈ કઈ છે.
Trending Photos
Budh Gochar May 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈપણ ગ્રહ રાશિ બદલે છે તો તેની સકારાત્મક અને નકારાત્મક અસર દરેક રાશિને થાય છે.ગ્રહોના રાજકુમાર બુધ મે મહિનામાં પહેલું રાશિ પરિવર્તન કરશે. બુધ ગ્રહ 7 મે 2025 ના રોજ રાશિ બદલશે. આ વખતે બુધ ગ્રહ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે.
પંચાંગ અનુસાર 7 મે 2025 અને બુધવારે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સવારે 4.13 મિનિટે થશે. બુધના ગોચરથી ત્રણ રાશિના લોકો ઉપર પોઝિટિવ અસર થશે. જ્યાં સુધી બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે ત્યાં સુધી આ 3 રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ રહેશે. આ સમય દરમિયાન આ ત્રણ રાશિના લોકોને અઢળક લાભ થશે.
બુધના ગોચરથી આ રાશિઓને થશે ફાયદો
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધનું ગોચર લાભદાયક સિદ્ધ થશે. ઘર પરિવારના લોકોમાં ખુશીઓનું આગમન થશે. ધન વૃદ્ધિના પ્રબળ યોગ. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન વધશે. વેપારમાં ઉન્નતિના યોગ બનશે. નોકરી કરતા લોકો માટે પણ સારો સમય. આત્મવિશ્વાસ વધશે. સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકશો.
વૃશ્ચિક રાશિ
બુધનો ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને પણ લાભ થશે. અપાર સફળતા પ્રાપ્ત થશે. મહેનતનું શુભ ફળ મળશે. સંબંધો મજબૂત થશે. અચાનક ધન વૃદ્ધિના યોગ બની શકે છે. ખર્ચા પર કંટ્રોલ આવશે. નોકરી કરતા લોકોનું પ્રમોશન થઈ શકે છે. અવિવાહીતોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.
મીન રાશિ
શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે. કારોબારમાં ઉન્નતિ થશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ. અધુરી ઈચ્છાઓ પૂરી થશે. શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. સંબંધો સુધરશે. યાત્રા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે