)
6 ડિસેમ્બર 2025ના રોજ મંગળની રાશિ વૃશ્ચિકમાં બુધ ગ્રહનું ગોચર થયું છે. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે અને શુક્ર પણ 20 ડિસેમ્બર 2025ની સવાર સુધી આ રાશિમાં ભ્રમણ કરશે. આવામાં ત્રણ ગ્રહો પરસ્પર બે શક્તિશાળી રાજયોગ પણ બનાવી રહ્યા છે. વૃશ્ચિક રાશિમાં બુધ સૂર્ય બુધાદિત્ય રાજયોગ અને બુધ શુક્ર લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યા છે. આમ બે રાજયોગ 4 રાશિવાળાને વિશેષ લાભ કરાવી શકે છે. જાણો આ 4 રાશિઓ કઈ કઈ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગથી ખાસ લાભ થઈ શકે છે. આ યોગો બનવાથી જાતકોને પોતાના કાર્યોનું શુભ ફળ મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જાતકો પૂજા અર્ચનામાં વધુ ભાગ લેશે. કરિયરમાં ઊંચાઈએ જવાની તક મળશે. સફળતાના અનેક રસ્તા ખુલી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ આ બે રાજયોગનું બનવું શુભ થઈ શકે છે. જાતકો ધાર્મિક અને માંગલિક કાર્યક્રમમાં સામેલ થશે. કરિયરમાં નવી તકો મળશે. બુધના પ્રભાવથી વેપારમાં લાભ જ લાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ મળી શકે છે.
તુલા રાશિ
બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ તુલા રાશિના જાતકો માટે પણ શુભ પરિણામ આપનાર સિદ્ધ થઈ શકે છે. અચલ સંપત્તિ ખરીદવાની તક મળી શકે. વેપારમાં નફો થઈ શકે. જૂની ડીલથી મોટો લાભ થઈ શકે છે. જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. કરિયરમાં ઉન્નતિ થઈ શકે છે અને લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા હતા તેનું પૂરું ફળ મળી શકે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ રાશિમાં બની રહેલા બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ શુભ સિદ્ધ થઈ શકે છે. જાતકોનો માતા પિતા સાથે સમય સારી રીતે પસાર થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં મોટું પદ મળી શકે છે. સફળતાના રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિમાં મોટા સુધારા આવી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વીતશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.