આ દિવસથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ, જાણી ઘટ સ્થાપના મુહૂર્ત વિશે
Chaitra Navratri 2025: નવરાત્રી હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેનું મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા 9 દિવસ માટે પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
Trending Photos
Chaitra Navratri 2025: નવરાત્રીના નવ દિવસ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમ કે દેવી શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. પરંતુ આ વર્ષે 2025માં ચૈત્ર નવરાત્રી નવને બદલે 8 દિવસની છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી પર ઘટસ્થાપનનો શુભ સમય અને વિધિ.
ઘટ સ્થાપન નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે. ઘટ સ્થાપન પછી નવ દિવસની નવરાત્રી શરૂ થાય છે. પરંતુ ઘટ સ્થાપન શુભ સમયે અને યોગ્ય પદ્ધતિથી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો, જાણો નવરાત્રીના પહેલા દિવસે એટલે કે રવિવાર 30 માર્ચ 2025ના રોજ ઘટસ્થાપન માટે કયો શુભ સમય રહેશે.
ચૈત્રી નવરાત્રી : 2025
શાલીવાહન શક 1947
વિશ્વાવસુ સંવત્સર :
તા. 30/03/2025 રવિવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ 12:50 સુધી છે અને સાંજે 5:54 થી વૈધુતિ યોગ શરૂ થાય છે.
ઘટ સ્થાપન સમય
સવાર : 8:10 થી 9:50
અને 11:50 થી 12:45
તા. 31/03/2025 સોમવાર
ચૈત્ર સુદ 2 સવારે 9:11 સુધી પછી 3 તિથિ છે
આ તારીખથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી
30/03 રવિવાર...1
31/03 સોમવાર..3
01/04 મંગળવાર..4
02/04 બુધવાર....5
03/04 ગુરુવાર....6
04/04 શુક્રવાર....7
05/04 શનિવાર 8 આઠમ
06/04 રવિવાર 9 રામનવમી
ઘટ ઉત્પાથન:
સ્થાનિક માર્ગદર્શન કે પરંપરાગત રિવાજ મુજબ અથવા.
તારીખ 07/04/2025 સોમવાર
ચૈત્ર સુદ 10
સવારે 6:30 થી 8
ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ ( તિથિ ) નવું સંવત્સર શરૂ થાય છે, જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે. નવરાત્રી હિન્દુ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે. યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે. નવરાત્રી વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવતમાં પણ જોવા મળે છે.
ડો. હેમીલ પી લાઠીયા / જ્યોતિષાચાર્ય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે