)
Chanakya Niti: આજના સમયમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને અમીર ન બનવું હોય કે સફળ ન થવું હોય. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઈચ્છે છે અને અમીર બનવા માંગે છે. સફળતા અને ધન એવી વસ્તુઓ છે જેની પાછળ લોકો દિવસ રાત એક કરીને દોડે છે. પરંતુ તે દરેકના હાથમાં આવતી નથી. પરંતુ આ બંને વસ્તુને પામવી શક્ય છે. તેના માટે નાની નાની આદતોને જીવનમાં અપનાવવી જોઈએ. તેમ આચાર્ય ચાણક્યનું કહેવું છે.
ભારતના મહાન વિદ્વાન આચાર્ય ચાણક્યએ જીવનમાં સફળ થવા અને અમીર બનવાનો અસરદાર રસ્તો વર્ષો પહેલા જણાવ્યો હતો જેનો ઉલ્લેખ ચાણક્ય નીતિમાં પણ છે. ચાણક્ય નીતિને આજે પણ જીવનમાં અપનાવવામાં આવે તો સફળતા અને ધન બંને પ્રાપ્ત કરી શકાય છે.
પોતાના લક્ષ્યને ગુપ્ત રાખો
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ જીવનમાં પોતાના લક્ષ્યો વિશે બીજાને કહેવું નહીં. પોતાના લક્ષ્યને હંમેશા ગુપ્ત રાખો. પોતાના સપના અને યોજનાઓ વિશે કોઈને કહેવું નહીં. તેનાથી નિષ્ફળતા હાથ લાગે છે. તો વળી કેટલાક લોકો તમારા પ્રયત્નોમાં બાધા પણ ઉત્પન્ન કરી શકે છે. તેથી પુરી મહેનત કરો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ તમારો લક્ષ્ય શું છે તે કોઈને કહો નહીં.
મન તરોતાજા રાખો
આચાર્ય ચાણક્ય અનુસાર સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું. દિવસની શરુઆત શાંતિ અને તાજા વાતાવરણમાં થશે તો મન તરોતાજા રહેશે. અને સજાગ મનથી કરેલા કાર્ય પણ સફળ થાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે લોકો સવારે વહેલા જાગી જાય છે તે વધારે સ્ફુર્તીલા, જાગૃત અને માનસિક સ્પષ્ટતા વાળા હોય છે.
કામ પ્રત્યે ઈમાનદારી અને સમર્પણ
ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે વ્યક્તિએ મહેનત કરવામાં પાછળ હટવું નહીં. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહેનત પણ વધારે કરવી પડે છે. પોતાનું કામ ઈમાનદારી અને સમર્પણ સાથે કરવું. જે વ્યક્તિ ઈમાનદારીથી કામ કરે છે તે જ અમીર બને છે.
અભિમાન ન કરવું
આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિ અભિમાનનો ત્યાગ કરે તે જરૂરી છે. અભિમાન વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. અભિમાનથી નકારાત્મકતા અને નિષ્ફળતા જ હાથ લાગે છે. અભિમાન કરનાર વ્યક્તિ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી. અભિમાન વ્યક્તિના સારા ગુણને પણ દબાવી દે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)