)
Chandra Grahan kab hai : વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર એટલે કે આજે થવાનું છે. ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને 01:26 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 28 મિનિટનો રહેશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા એટલે કે બપોરે 12:57 વાગ્યે શરૂ થયો છે. સૂતક કાળની શરૂઆત થઈ ગઈ છે. તેથઈ જાણી લો આ દરમિયાન શું કરવું અને શું ન કરવું.
ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરો?
1- ક્રોધ ન કરવો, ક્રોધ ખતરનાક બની શકે છે
2- ભોજન ન લેવું, પૂજા-પાઠ પણ ન કરવા
3- કોઈપણ નિર્જનસ્થળ કે સ્મશાન નજીક ન જવું
4-ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ હાવી રહે છે
5- કોઈપણ નવા કામની શરૂઆત ન કરવી
6- પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવો
ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું?
1- ફક્ત ભગવાનના મંત્રોનો જાપ કરવો
2- મંત્ર જાપથી દશ ગણું ફળ મળે છે
3- ગ્રહણ પછી શુદ્ધ જળથી સ્નાન કરવું
4- સ્નાન પછી ગરીબોને દાન આપવું જોઈએ
5- ગ્રહણ બાદ આખા ઘરને શુદ્ધ કરવું
6- ગાયને ઘાસ, પક્ષીઓને ચણ નાંખવું
ગર્ભવતી આટલું રાખે ધ્યાન
1- ગર્ભવતી મહિલાઓએ ઘર બહાર ન નીકળવું
2- ગર્ભવતી મહિલાઓએ ભોજન ન લેવું જોઈએ
3- ગર્ભવતી મહિલાઓએ રસોઈ ન બનાવવી
4- છરી, કાતર કે ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો
બ્લડ મૂન શું છે?
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ માત્ર પૂર્ણ ચંદ્રગ્રહણ જ નહીં, પણ તે તેજસ્વી લાલ રંગનું પણ દેખાશે. ખગોળશાસ્ત્રીઓની ભાષામાં, તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વીનો પડછાયો સૂર્યપ્રકાશને અવરોધે છે, ત્યારે વાતાવરણમાં હાજર ધૂળ, ગેસ અને અન્ય કણોને કારણે લાલ કિરણો ચંદ્ર પર પહોંચે છે. આ જ કારણ છે કે ચંદ્ર લાલ રંગનો દેખાય છે.
અંબાજી મંદિર બંધ થયું
આજે ચંદ્ર ગ્રહણને લઈ બપોરના ૧૨:૩૦ કલાકે અંબાજી મંદિરના પટ બંધ કરાયા છે. અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોવાથી યાત્રિકો દર્શનનો લાભ મેળવી શકે તે માટે જાળીમાંથી માતાના દર્શન ખુલ્લા મુકાયા છે. સાંજના 5.00 કલાક સુધી યાત્રિકો જાળીમાંથી દર્શન કરી શકશે. સાંજે 5.00 વાગ્યા પાછી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. અંબાજીના ભરાયેલો ભાદરવી પૂનમનો મેળો પણ સાંજે 5 વાગ્યા પાછી પૂર્ણ થયેલો જાહેર ગણાશે તેવું જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું.