)
Chinese Kali Mandir in Kolkata: શક્તિ સ્વરૂપા માં દુર્ગાની અનેક રૂપોમાં પૂજા આરાધના કરવામાં આવે છે. અનેક મંદિરો અને અનેક માન્યતાઓનું દરેક હિન્દુ માટે વિશેષ મહત્વ છે. તેવી જ રીતે, કોલકાતામાં એક પ્રખ્યાત કાલી મંદિર આવેલું છે, જ્યાં ભક્તિભાવથી માં કાલીના દર્શન કરીને જીવનના અવરોધોને દૂર કરી શકાય છે. આ ચમત્કારિક મંદિરની સુંદરતા અને તેની અનોખી પરંપરા તેને ખાસ બનાવે છે. ચાલો આ ચાઈનીઝ કાલી મંદિર વિશે વિગતવાર જાણીએ.
માં કાલીને ભોગ તરીકે ચઢાવવામાં આવે છે નૂડલ્સ
ચાઈનીઝ કાલી મંદિરમાં માં કાલીને ભોગના રૂપમાં નૂડલ્સ ચઢાવવામાં આવે છે. જો કે, મોટાભાગના હિન્દુ મંદિરોમાં સાત્વિક ભોગ ચઢાવવામાં આવે છે, પરંતુ આ મંદિરમાં કેમ નૂડલ્સનો ભોગ અર્પિત કરવામાં આવે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
માં કાલીને ચાઇનીઝ ભોગ કેમ?
ચાઇનીઝ કાલી મંદિર કોલકાતાના તાંગ્રા નામની એક એવી જગ્યા પર આવેલું છે, જેનું નામ ચાઇનાટાઉન છે. આ વાત ત્યારની છે કે, જ્યારે ગૃહયુદ્ધ દરમિયાન મોટી સંખ્યામાં શરણાર્થીઓએ અહીં આશ્રય લીધો હતો અને આ લોકોએ અહીં સ્થિત કાલી મંદિરમાં માં કાલીને નૂડલ્સ ચઢાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ સમય જતાં માં કાલીને ચાઇનીઝ પ્રસાદ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. અહીંના ભક્તો તેમની ભક્તિ-શ્રદ્ધા સાથે માં કાલીને ઇન્ડો-ચાઇનીઝ પ્રસાદ ચઢાવે છે, જેમાં ડુલ્સ, ચોપ્સીથી લઈને ફ્રાઇડ રાઇસ જેવી ચાઇનીઝ વસ્તુઓ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.
માં કાલીને ચાઈનીઝ વસ્તુઓ જેમ કે, નૂડલ્સ અને મોમોઝ વગેરે ચઢાવવાની કાલી મંદિરની પરંપરા ભક્તો પૂરી આસ્થા સાથે નિભાવે છે. નવરાત્રી દરમિયાન કેટલાક ચીની લોકો ઉપવાસ કરવાનો પણ સંકલ્પ કરે છે. હિન્દુઓની જેમ તેઓ ફળો ખાય છે અને ઉપવાસનો ખોરાક લે છે.
(Disclaimer: પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)