)
Cross sign On Palm Meaning: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળી પર અલગ અલગ પ્રકારના ચિહ્ન અને નિશાન હોય છે. આ ચિન્હ અને નિશાન પરથી વ્યક્તિના જીવનમાં થનારી ઘટનાઓ અને વ્યક્તિનું ભવિષ્ય અને પરિસ્થિતિ કેવી હશે તેના સંકેત મળે છે. જેમાંથી એક છે ક્રોસ એટલે કે ચોકડીનું નિશાન. જ્યારે હથેળીની બે રેખાઓ એકબીજાને ક્રોસ કરે છે ત્યારે ચોકડી જેવું નિશાન બને છે.
હસ્તરેખા શાસ્ત્રના જાણકારોના મતે હથેળીમાં ક્રોસનું નિશાન જો કેટલાક ખાસ સ્થાન પર બનેલું હોય તો તે શુભ પરિણામ આપે છે અને અમુક જગ્યાએ બનેલું ક્રોસનું નિશાન અશુભ માનવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ હથેળીમાં કઈ જગ્યાએ ક્રોસનું નિશાન બને તો તે અશુભ સંકેત ગણાય છે.
શની પર્વત પર ક્રોસ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર શનિ પર્વત એટલે કે મધ્યમાં આંગળીની નીચેના ભાગ પર ક્રોસનું નિશાન હોય તો તે શુભ નથી. કહેવાય છે કે આવા જાતકોને તેમની મહેનતનું પૂરું ફળ મળતું નથી અને તેમના જીવનમાં સંઘર્ષ વધારે રહે છે.
મણીબંધ પર ક્રોસ
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીના નીચેના ભાગમાં એટલે કે કાંડાના મણીબંધ પર જો ક્રોસનું નિશાન હોય તો તે સંકટ બીમારી અને દુર્ઘટનાના સંકેત કરે છે. જે લોકોના મણીબંધ પર ક્રોસનું નિશાન હોય તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ રહે છે.
ચંદ્ર પર્વત પર ક્રોધ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર ચંદ્ર પર્વત એટલે કે હથેળીની નીચે ડાબી બાજુનો ભાગ હોય ત્યાં ક્રોસનું નિશાન હોય તો વ્યક્તિ વધારે ભાવુક હોય છે. આવા લોકો માનસિક તણાવ અને પરેશાનીઓથી પીડિત રહી શકે છે.
મસ્તિષ્ક રેખા પર ક્રોસ
હથેળીની મસ્તિષ્ક રેખા પર જો ક્રોસનું નિશાન દેખાય તો તે માનસિક અશાંતિ અને કઠોર પરિશ્રમનું સંકેત ગણાય છે. આવા લોકોને નિર્ણય લેવામાં સાવધાની રાખવાની જરૂર પડે છે અને વાહન ચલાવતી વખતે પણ સતર્ક રહેવું જરૂરી છે
જીવનરેખા પર ક્રોસ
જો કોઈ વ્યક્તિની જીવનરેખા પર ક્રોસનું નિશાન હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. જીવનરેખા પર ક્રોસનું નિશાન બનતું હોય તો તે અચાનક સંકટ આવવું, બીમારી દુર્ઘટનાનાનો સંકેત કરે છે. જે લોકોની હથેળીમાં ક્રોસનું નિશાન આવી જગ્યાએ હોય તેમની સાથે અણધારી ઘટના બની શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)