)
Navratri 2025 Powerful Mantra: વર્ષ દરમિયાન આવતી નવરાત્રીમાં શારદીયમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રી નો પ્રારંભ 22 સપ્ટેમ્બર અને સોમવારથી થયો છે અને 2 ઓક્ટોબર સુધી નવરાત્રી ચાલશે. સનાતન પરંપરામાં નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવા માટે સમર્પિત ગણાય છે. જેમાં પહેલા દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારીણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંધ માતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રી, આઠમા દિવસે મહાગૌરી અને નવમાં દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
હિન્દુ માન્યતા અનુસાર દેવીના નવ સ્વરૂપ બધા જ કષ્ટ દુર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિના નવ દિવસ અલગ અલગ દેવીની પૂજા સાથે અલગ અલગ મંત્રોનો જાપ કરવાથી માતાના આશીર્વાદ વરસે છે. શ્રદ્ધાપૂર્વક પૂજા અને મંત્ર જાપ કરવાથી જીવનમાં આવેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ નવરાત્રિના નવ દિવસના નવ મંત્રો કયા છે.
પહેલું નોરતું
સનાતન પરંપરામાં નવરાત્રીનો પહેલો દિવસ માતા શૈલપુત્રીની પૂજાને સમર્પિત છે. આ દિવસે પુત્રીના મંત્ર ॐ દેવી શૈલપુત્ર્યૈ નમ: મંત્રનો જાપ કરવાથી સાધકની ઈચ્છા પૂર્ણ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
બીજું નોરતું
નવરાત્રીનો બીજો દિવસ માં બ્રહ્મચારીણીની પૂજા કરવાનો હોય છે. બીજા નોરતે ॐ એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ: મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.
ત્રીજું નોરતું
નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાની પૂજા માટે હોય છે. દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી પુણ્ય ફળ મળે છે અને ॐ દેવી ચંદ્રઘંટાયૈ નમ: મંત્રનો જાપ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
ચોથું નોરતું
સનાતન પરંપરામાં નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા પાસેથી મન ઇચ્છિત આશીર્વાદ મેળવવા માટે ॐ કુષ્માંડાયૈ નમ: મંત્રનો જાપ કરવો જોઈએ.
પાંચમું નોરતું
હિન્દુ માન્યતા અનુસાર પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાની હોય છે. આ દિવસે ॐ સ્કન્દમાત્રાય નમ: મંત્રનો જાપ શક્ય હોય એટલો વધારે કરવો તેનાથી યશ પ્રાપ્ત થાય છે.
છઠ્ઠું નોરતું
નવરાત્રીનું છઠ્ઠું નોરતું માતા કાત્યાયનીની પૂજા કરવા માટે હોય છે. આ દિવસે ॐ કાત્યાયનૈ નમ: મંત્ર નો જાપ કરવો જોઈએ.
સાતમુ નોરતું
સાતમું નોરતે કાલરાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ॐ કાલરાત્ર્યૈ નમ: મંત્રનો જાપ કરવો જોઈએ
આઠમું નોરતું
નવરાત્રીનું આઠમું નોરતું માં મહાગૌરીની પૂજાને સમર્પિત છે. હિન્દુ માન્યતા અનુસાર મહાગૌરીની પૂજા કરીને ॐ મહાગૌર્યૈ નમ: મંત્રનો જાપ કરવો જોઈએ
નવું નોરતું
સનાતન પરંપરામાં નવરાત્રી નો નવમો દિવસ સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો હોય છે. આ દિવસે ॐ સિદ્ધિદાત્ર્યૈ નમ: મંત્રનો જાપ કરવાથી મનોકામના થાય છે તેવું માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)