Dhanteras Diwali 2025: ધનતેરસ અને દિવાળીની જાણી લો તારીખ, સોના-ચાંદીની ખરીદીનું અને લક્ષ્મી પૂજાનું મુહૂર્ત પણ નોંધી લો

Dhanteras Diwali 2025: દિવાળીનો પાવન પર્વ ફક્ત રોશનીનો જ નહીં પરંતુ આસ્થા, સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. દિવાળીમાં લક્ષ્મી પૂજા થાય છે અને તેની પહેલા ધનતેરસ પર શુભ વસ્તુઓની ખરીદી કરવાની હોય છે. આ વર્ષે આ પર્વના શુભ મુહૂર્ત કયા છે ચાલો જાણીએ.

Dhanteras Diwali 2025: ધનતેરસ અને દિવાળીની જાણી લો તારીખ, સોના-ચાંદીની ખરીદીનું અને લક્ષ્મી પૂજાનું મુહૂર્ત પણ નોંધી લો

Dhanteras Diwali 2025: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. જ્યોતિષ માન્યતા અનુસાર આ દિવસે સ્થિર લગ્નમાં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. દિવાળીની પૂજા વિશેષ રીતે રાત્રે સ્થિર લગ્નમાં કરવાની હોય છે. વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં દિવાળી એવો તહેવાર છે જેમાં વિધિ વિધાન અને નિયમ નિષ્ઠા સાથે ધનના દેવી માં લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. દિવાળી પહેલા ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી થાય છે. દિવાળીનો પર્વ ભાઈ બીજ સુધી ચાલે છે. 

Add Zee News as a Preferred Source

આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર 2025 અને સોમવારે ઉજવાશે. પંચાંગ અનુસાર આસો મહિનાની અમાસની તિથિ 20 ઓક્ટોબરે 2.32 મિનિટે શરુ થશે અને 21 ઓક્ટોબરે સાંજે 4.26 મિનિટ સુધી રહેશે. આ દિવસે બપોરે 2.19 મિનિટે ગણેશજી અને લક્ષ્મીજીની આરાધના કરી શકાય છે. 

ધન તેરસથી લઈ ભાઈ બીજ સુધીની તિથિઓ

હિંદુ પંચાંગ અનુસાર ધનતેરસ 18 ઓક્ટોબર 2025 ના રોજ બપોરે 1.20 મિનિટથી શરુ થશે અને 19 ઓક્ટોબર બપોરે 1.54 મિનિટ સુધી રહેશે. કાળી ચૌદશ કે નરક ચતુર્દશી 19 ઓક્ટોબર 2025 અને રવિવારે રહેશે. દિવાળી 20 ઓક્ટોબર અને સોમવાર, ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબર અને બુધવારે, ભાઈ બીજ 23 ઓક્ટોબર 2025 અને ગુરુવાર.

ધનતેરસ અને દિવાળીના ખરીદીના શુભ મુહૂર્ત

ધનતેરસના દિવસે ખરીદીનું શુભ મુહૂર્ત 18 ઓક્ટોબરે 1.20 મિનિટથી 19 ઓક્ટોબર બપોરે 1.54 મિનિટ સુધી રહેશે. દિવાળીની પૂજાનું મુહૂર્ત 20 ઓક્ટોબરે સાંજે 7.10 થી 9.10 અને રાત્રે 1.38 થી 3.52 સુધી રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news