Diwali 2025: દિવાળી ક્યારે છે, 20 કે 21 ઓક્ટોબર? તારીખને લઈને અસમંજસ

Diwali 2025 Dates:આ વર્ષે, દિવાળી 20 ઓક્ટોબરની રાત્રે ઉજવવામાં આવશે. તે અમાવાસ્યાની રાત્રે આવતી હોવાથી, આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
 

 Diwali 2025: દિવાળી ક્યારે છે, 20 કે 21 ઓક્ટોબર? તારીખને લઈને અસમંજસ

Diwali 2025: દિવાળીનું પર્વ નજીક છે અને હંમેશાની જેમ આ વખતે પણ તારીખને લઈને અસમંજસની સ્થિતિ છે. પરંપરાગત માન્યતા છે કે આ ઉત્સવની ઉજવણી આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ રાત્રે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ કારણ છે કે તેને રાત્રે ઉજવવામાં આવતું પર્વ કહેવામાં આવે છે.

અમાસની તિથિ 2025
પ્રારંભઃ 20 ઓક્ટોબર 2025, બપોરે 3.44 કલાકથી
સમાપ્તિઃ 21 ઓક્ટોબર 2025, સાંજે 5.54 કલાકે

Add Zee News as a Preferred Source

એટલે કે અમાસનો મોટો પ્રભાવ 20 ઓક્ટોબરની રાત સુધી રહેશે. કારણ કે દિવાળીનું પર્વ નિશીથ અને પ્રદોષ કાળમાં હોય છે, તેથી આ વખતે 20 ઓક્ટોબરની રાત્રે લક્ષ્મી પૂજન કરવું જ શાસ્ત્રસમ્મત અને વધુ ફળદાયી માનવામાં આવ્યું છે. 21 ઓક્ટોબરની રાત સુધી અમાસ રહેશે નહીં, કારણ કે તે સમયે પ્રતિપદા લાગી જશે. હાં, કેટલાક લોકો ઉદયાતિથિની પરંપરા માની 21 ઓક્ટોબરે પણ પૂજા કરી શકે છે, પરંતુ પંડિતો અને જ્યોતિષાચાર્યો 20 ઓક્ટોબરના દિવસને દિવાળી માને છે.

20 ઓક્ટોબર, 2025 ના રોજ મુખ્ય પૂજા મુહૂર્ત
રૂપ ચૌદસ સ્નાન: સવારે 4:46 થી 6:25 સુધી
અભિજિત મુહૂર્ત: સવારે 11:48 થી 12:34 સુધી
સંધ્યા પૂજા: સાંજે 5:57 થી 7:12 સુધી
લક્ષ્મી પૂજન: સાંજે 7:23 થી 8:27 સુધી
પ્રદોષકાલ: સાંજે 5:57 થી 8:27 સુધી
વૃષભકાલ: સાંજે 7:23 થી 9:22 સુધી
નિશીથ પૂજા: બપોરે 11:47 થી 12:36 સુધી

ચૌઘડિયા (20 ઓક્ટોબર)
અમૃતઃ સાંજે 6:25 થી 7:52 સુધી
શુભ: સવારે 9:18 થી રાત્રે 10:45 સુધી
લાભ: બપોરે 3:04 થી 4:31 વાગ્યા સુધી
અમૃત: સાંજે 4:31 થી સાંજે 5:57
ચલ: સાંજે 5:57 થી સવારે 7:31
લાભ: રાત્રે 10:38 થી 12:11

(ધ્યાન આપો, સમયમાં 2-5 મિનિટનું અંતર સંભવ છે. રાહુકાળ સવારે 7.52થી 9.18 કલાક સુધી રહેશે)

લક્ષ્મી પૂજાની વિધિ
નિત્ય કર્મથી નિવૃત્ત થયા બાદ માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રને લાલ કે પીળું કપડું પાથરી બાજોટ પર રાખો.

મૂર્તિને સ્નાન કરાવો અને જો ચિત્ર હોય તો સારી રીતે સાફ કરો.

ધૂમ, દીપ પ્રગટાવો. પછી દેવીના મસ્તક પર કંકૂ, ચંદન અને ચોખા લગાવો. પછી તેમને હાર અને ફૂલ ચઢાવો.

પૂજામાં અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગરથી ગંધ, ચંદન, કુમકુમ, અબીલ-ગુલાલ, હળદર, મહેંદી લગાવવી જોઈએ. પછી નિવેધ (ભોગ) અર્પિત કરો. ત્યારબાદ માતાની આરતી ઉતારો. આરતી તથા પૂજા બાદ પ્રસાદનું વિતરણ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news