દિવાળીથી આ જાતકોના સિતારા ચમકશે, 84 વર્ષ બાદ બનશે નવપંચમ રાજયોગ, અચાનક થશે ધનલાભ
Navpancham Rajyog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળી પહેલા ધનના દાતા શુક્ર અરૂણની સાથે સંયોગ કરી નવપંચમ રાજયોગનું નિર્માણ કરશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Trending Photos
)
Diwali 2025: વૈદિક જ્યોતિષ અનુસાર વ્રત અને તહેવારો પર ગ્રહ ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્મામ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે દિવાળી પર નવપંચમ રાજયોગ બનવા જઈ રહ્યો છે. કારણ કે 14 ઓક્ટોબરે સાંજે 7 કલાક 34 મિનિટ પર શુક્ર અને અરૂણ એકબીજાથી 20 ડિગ્રી પર હશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. અરૂણ ગ્રહની વાત કરીએ તો તે વૃષભ રાશિમાં બિરાજમાન છે. સાથે શુક્ર કન્યા રાશિમાં સ્થિત રહેશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
કુંભ રાશિ
તમારા લોકો માટે નવપંચમ રાજયોગનું નિર્માણ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી અષ્ટમ ભાવ પર ગોચર કરશે. સાથે તમારી ગોચર કુંડળીમાં ચોથા અને ભાગ્ય સ્થાનના સ્વામી છે. તેથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. પ્રોફેશનલ જીવનમાં સ્થિરતા આવશે અને પ્રગતિ થશે. જે લોકો નવો વ્યાવસાય શરૂ કરવા ઈચ્છે છે તેના માટે આ સમય ઉત્તમ રહેશે. કંપનીઓમાં ઉચ્ચ પદે કાર્યરત લોકોને નેતૃત્વની તક મળી શકે છે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
મિથુન રાશિ
નવપંચમ રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે. આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. પારિવારિક જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે. સંબંધોમાં મધુરતા અને વિશ્વાસનો ભાવ વધશે. આ સમયે નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. તો સમાજમાં માન-સન્માન મળી શકે છે. સાથે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને ક્ષમતાની પ્રશંસા થઈ શકે છે.
સિંહ રાશિ
તમારા લોકો માટે નવપંચમ રાજયોગ શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આ સમયે તમને ધનલાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં નવી તક મળી શકે છે, જેમાં પ્રમોશનનો યોગ બની શકે છે. વેપારમાં લાભની સંભાવના છે. તો આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. આ સાથે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














