)
Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું મહત્વ છે. પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. આ 16 દિવસો પિતૃઓને સમર્પિત હોય છે. પિતૃપક્ષ 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન પિંડદાન દ્વારા પિતૃઓની મુક્તિનો રસ્તો ખોલી શકાય છે. પિતૃઓની તૃપ્તિ માટે તેમનું તર્પણ કરી શકાય છે. સાથે જ પિતૃ પક્ષની આ અવધિમાં કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે જેથી પિતૃઓની નારાજગીથી બચી શકાય. આજે તમને જણાવીએ કે પિતૃ પક્ષ દરમિયાન કઈ વસ્તુઓ ખાવા પીવાની મનાઈ હોય છે.
સાત્વિક ભોજન કરો
પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરતી વખતે મન શુભદ્ધ હોવું જોઈએ. તેના માટે સાત્વિક ભોજન કરવું જરૂરી છે. પિતૃ પક્ષમાં તામસિક અને રાજસિક ભોજન જેમકે લસણ-ડુંગળીવાળો આહાર, તળેલો ખોરાક ખાવો નહીં. આવો ખોરાક ખાવાથી માનસિક શાંતિ મળતી નથી.
પિતૃ પક્ષમાં શું ન ખાવું ?
પિતૃ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. વ્યક્તિ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરે છે તેથી તેમણે સફેદ ચણા, કાળા ચણા, મસૂરની દાળ, કાળા અડદ, રાઈ, સંચળ વગેરેને આહારમાં સામેલ કરવા જોઈએ નહીં. આ સિવાય શ્રાદ્ધ કરનારે ચોખા, ઘઉં, સત્તૂ, ચણા વગેરે ખાવા નહીં.
પિતૃ પક્ષમાં કયા શાક ખાવાની મનાઈ
પિતૃ પક્ષમાં કેટલાક શાક ખાવા વર્જિત હોય છે. જેમકે કે પિતૃ પક્ષમાં રીંગણ, કારેલા, કાકડી ખાવા નહીં. આ દિવસો દરમિયાન લસણ, ડુંગળી પણ ખાવાની મનાઈ હોય છે. પિતૃ પક્ષમાં અરબી, મૂળા, બટેટા પણ ન ખાવા. પિતૃ પક્ષમાં પાન અને વાસી ભોજન કરવાની પણ મનાઈ હોય છે.
પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ નવા કામની શરુઆત કરવાની મનાઈ હોય છે. આ 16 દિવસો દરમિયાન નવા કપડા પણ ખરીદવા નહીં અને નવા કપડા પહેરવા પણ નહીં. ત્યાં સુધી કે આ દિવસો દરમિયાન વાળ કાપવા અને નખ કાપવાની પણ મનાઈ હોય છે. આ દિવસો દરમિયાન ઘરના આંગણે કોઈ પશુ, પક્ષી કે અજાણી વ્યક્તિ પણ આવે તો તેને કંઈપણ ખવડાવી પીવડાવી મોકલવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)