)
Vastu Shastra: વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે જો ઘર વાસ્તુ અનુસાર બનેલું હોય તો ત્યાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય છે. પરંતુ જો ઘરમાં વાસ્તુદોષ હોય તો જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ખાસ કરીને ઘરના પૂજા સ્થળ એટલે કે મંદિરના વાસ્તુ નિયમોને મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે મંદિર કઈ દિશામાં રાખવું ? પૂજા કરતી વખતે મુખ કઈ તરફ હોવું જોઈએ ? મંદિરમાં કઈ મૂર્તિઓ રાખવી અને કઈ મૂર્તિઓ ન રાખવી, આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કેટલીક મૂર્તિઓ રાખવાથી બચવું જોઈએ. આ મૂર્તિઓ રાખવાથી વાસ્તુદોષ લાગી શકે છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કઈ મૂર્તિઓ ન રાખવી
આ દેવી-દેવતાઓની મૂર્તિ મંદિરમાં ન રાખો
મંદિરમાં માં કાળી, રાહુ-કેતુ અને શનિદેવની મૂર્તિ રાખવી નહીં. આ દેવને ઉગ્ર દેવ માનવામાં આવે છે તેમની પૂજા વિધિ વિધાનથી કરવાની હોય છે. જો તેમની પૂજામાં ભૂલ થઈ જાય તો જીવનમાં સંકટ અને પરેશાની આવી શકે છે. તેથી ઘરના મંદિરમાં હંમેશા શાંત અને સૌમ્ય સ્વરૂપ વાળી મૂર્તિઓ રાખવી જોઈએ.
નૃત્ય કરતા ગણેશજી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખવાનો પણ ખાસ નિયમ છે. મંદિરમાં ક્યારેય પણ નાચતા ગણેશજીની મૂર્તિ કે પછી પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિ રાખવી નહીં. ઘરમાં હંમેશા એવી મૂર્તિ રાખવી જેમાં ગણેશજી બિરાજમાન હોય અને આશીર્વાદ આપતા હોય. આવી મૂર્તિ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
પૂર્વજોની તસવીર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય પણ મૃત પરિજનની તસ્વીર કે મૂર્તિ રાખવી નહીં.ભગવાનની સાથે મૃત પરિજન ની તસ્વીર રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. મૃત પરિજનોની પૂજા રોજ કરી શકાતી નથી પિતૃ પક્ષ દરમ્યાન તેમની પૂજા કરવી યોગ્ય છે જો ઘરના મંદિરમાં પિતૃઓની તસવીર રાખવામાં આવે તો પરિવારમાં સમસ્યા અને માનસિક ચિંતા વધી જાય છે. આ સાથે જ મંદિરમાં સાધુ સંતોની તસવીર પણ મૂકવી નહીં.
આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ અવશ્ય રાખવી. માં લક્ષ્મી ધન અને સમૃદ્ધિના દેવી છે માનવામાં આવે છે કે માં લક્ષ્મીની મંદિરમાં સ્થાપના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને દરીદ્રતા આવતી નથી. જોકે લક્ષ્મીજીની મૂર્તિ રાખતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખવું કે લક્ષ્મીજીની મૂર્તિ ઊભી ન હોય. લક્ષ્મીજી બિરાજમાન હોય તેવી જ મૂર્તિ મંદિરમાં રાખી પૂજા કરવી સાથે જ ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ સ્થાપિત કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)