Shukrawar Elaichi Upay: શુક્રવાર દેવી લક્ષ્મીની આરાધના કરવાનો દિવસ છે. કહેવાય છે કે શુક્રવારે કરેલા કેટલાક કામ ચમત્કારી ફળ આપે છે. આજે તને આવો જ એક ઉપાય જણાવીએ જેને કરવાથી જીવનની આર્થિક સમસ્યા દુર થઈ જાય છે તેવું માનવામાં આવે છે.

Shukrawar Elaichi Upay: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાનથી ધનના દેવીમાં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળી શકે છે અને જીવનના દુઃખ પણ દૂર થાય છે. શુક્રવાર માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાય અને ટોટકા પણ જણાવેલા છે. આ ઉપાય કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આજે તમને આવા જ ટોટકામાંથી એક એલચીનો ઉપાય જણાવીએ. શુક્રવારે જે પણ વ્યક્તિ એલચીનો આ ઉપાય અજમાવે છે તેના જીવનમાંથી પૈસાની તંગી દૂર થઈ જાય છે.
જીવનમાં ધન વધારશે એલચી
જો કોઈપણ વ્યક્તિના જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય અથવા તો ઘરમાં ધન આવતું હોય પણ ટકતું ન હોય તો શુક્રવારના દિવસે આ નાનકડું કામ કરી લેવું. શુક્રવારે સવારે જલ્દી જાગીએ સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરો. ત્યાર પછી માતા લક્ષ્મીની સામે દીવો કરી વિધિપૂર્વક તેમની પૂજા કરો. 5 એલચી લઈ તેના પર હળદર તેમજ સિંદૂરનું તિલક કરીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. ત્યાર પછી સાંજે માતા લક્ષ્મીની ફરીથી પૂજા કરો અને પૂજા પછી પાંચ એલચી લાલ કપડામાં બાંધી ધન રાખવાની જગ્યાએ રાખી દો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થવા લાગે છે
કરજો ઉતારવાનો ઉપાય
આર્થિક સમસ્યાના કારણે જો કોઈ વ્યક્તિ પર કરજ વધી ગયું હોય તો આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ એક ઉપાય છે. એના માટે શુક્રવારે સંધ્યા સમયે પાંચ કે સાત લીલી એલચી લઈ તેને તકિયા નીચે રાખી દો. એચલીને તકિયા નીચે રાખીને રાત્રે સુઈ જવું. બીજા દિવસે સવારે એલચી પાણીમાં પ્રવાહિત કરી દો. 7 શુક્રવાર સુધી આ ઉપાય કરતા રહો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થાય છે અને તેના કાર્યોમાં આવતી બાધા દૂર થવા લાગે છે સાથે જ આર્થિક સમૃદ્ધિ વધે છે અને કરજથી છુટકારો મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)