)
વૈદિક જ્યોતિષમાં કોઈ ગ્રહના અશુભ પ્રભાવને ઘટાડવા માટે મંત્ર અને રત્નનું વર્ણન મળે છે. મંત્રોના જાપ માટે માળાનો ઉપયોગ થાય છે. તે માળામાં મણકાની સંખ્યા 108 હોય છે અને ઉપર સુમેરું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે માળામાં મણકાની સંખ્યા કેમ 108 જ હોય છે? તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં નક્ષત્રોની સંખ્યા 27 હોય છે. દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે અને 27 નક્ષત્રોના કુલ ચરણ 108 જ હોય છે. માળાનો એક એક દાણો નક્ષત્રના એક એક ચરણનું પ્રતિનિધિત્વ કરે છે. જાણો અન્ય વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ...
રાશિઓ અને નવગ્રહ સાથે સંબંધ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બ્રહ્માંડને 12 ભાગોમાં વિભાજિત કરાયું છે. એટલે કે બ્રહ્માંડમાં 12 રાશિઓ છે. આ 12 રાશિઓના નામ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન છે. આ 12 રાશિઓ પર નવગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનું અધિપત્ય છે. આવામાં ગ્રહોની સંખ્યા 9 ને 12 રાશિઓ સાથે ગુણવામાં આવે તો સંખ્યા 108 થાય છે. આથી 108 અંકની માળા હોય છે.
સૂર્યની કળાઓ સાથે 108નો સંબંધ
ખગોળ શાસ્ત્ર મુજબ એક વર્ષમાં સૂર્ય 216000 કળાઓ બદલે છે. એટલે કે સૂર્યદેવ વર્ષમાં બેવાર પોતાની સ્થિતિ પણ બદલે છે. સૂર્યદેવ છ માસ ઉત્તરાયણમાં રહે છે અને છ માસ દક્ષિણાયન. આથી સૂર્ય છ મહિના એક સ્થિતિમાં 108000 વાર કળા બદલે છે. આવામાં સૂર્ય દેવની કળાથી માળામાં 108 મણકાનો સંબંધ બને છે. જેના કારણે પણ માળામાં 108 મણકા હોવાનું માનવામાં આવે છે.
વૈજ્ઞાનિક કારણ
વિજ્ઞાન મુજબ 24 કલાકમાં એક વ્યક્તિ લગભગ 21600 વખત શ્વાસ લે છે. શાસ્ત્રો મુજબ વ્યક્તિએ દર શ્વાસ પર એટલે કે પૂજન માટે નિર્ધારિત સમય 12 લાકમાં 10800 વખત ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ. પરંતુ એટલીવાર વ્યક્તિ જાપ કરી શકતો નથી. આથી 10800 વખત શ્વાસ લેવાની સંખ્યાથી છેલ્લા બે શૂન્ય હટાવીને જપ માટે 108 સંખ્યા કરવામાં આવી હોવાનું મનાય છે. જેના કારણે માળામાં 108 મણકા હોય છે.
108 અંકનો અર્થ
1- એકત્વ, એક્તા
0- પૂર્ણતા
8 સૃષ્ટિ અને પુર્નજન્મનો અનંત અને અંતહીન ચક્ર
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)