એક પછી એક 5 રાજયોગ અને 4 ગ્રહ ગોચર, આગામી એક મહિનો આ 4 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા કરાવશે!
જ્યોતિષની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો ખુબ મહત્વનો છે કારણ કે આ મહિનામાં બેક ટુ બેક પાંચ રાજયોગ બની રહ્યા છે અને 4 મોટા ગ્રહ ગોચર એક સાથે સક્રિય થશે. આ યોગોના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં અચાનક ધનલાભ, આર્થિક સ્થિરતા, આવકમાં વધારો થાય તેવા મજબૂત સંકેત મળી રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે.
Trending Photos
)
જાન્યુઆરી મહિનો પૂરો થવાને આડે બસ ગણતરીના દિવસો બાકી છે અને ફેબ્રુઆરી મહિનો પછી શરૂ થશે. ફેબ્રુઆરીનો મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ ખાસ છે. કારણે આ મહિનામાં એક બે નહીં પરંતુ 5 શક્તિશાળી રાજયોગ બની રહ્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ 3 ફેબ્રુઆરીએ બુધ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં રાહુ સાથે યુતિ કરશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર, 13 ફેબ્રુઆરીએ સૂર્ય અને 23 ફેબ્રુઆરીએ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોની આ ચાલથી શુક્રાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ, આદિત્ય મંગળ યોગ, બુધાદિત્ય યોગ અને ચતુર્ગ્રહી યોગ જેવા શક્તિશાળી સંયોગ બનશે. જેનો લાભ કેટલીક રાશિઓને થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ મહિનો સારા પરિણામો લાવી રહ્યો છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. પ્રમોશન થઈ શકે. આવક વધવાના રસ્તા ખુલશે. ખર્ચા હશે પરંતુ આર્થિક સંતુલન જળવાઈ રહેશે. વેપાર કરતા જાતકોને સારો એવો નફો થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. મેષ રાશિવાળાએ મંગળવારના દિવસે લાલ અનારનું દાન કરવું જોઈએ, હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરો જેનાથી શુભ ફળનની પ્રાપ્તિ થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો નવો દોર શરૂ કરનારો રહેશે. ખાસ કરીને 17 ફેબ્રુઆરી બાદ સ્થિતિઓ તમારા પક્ષમાં જોવા મળી શકે છે. આત્મવિશ્વાસમાં બંપર વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે. પૈસા સંબંધિત સ્થિતિ પહેલા કરતા સારી રહી શકે. નોકરીયાતોને નવી જોબ કે બદલી થઈ શકે. મુસાફરી કરવી પડી શકે. શનિવારે જરૂરિયાતવાળા કે દિવ્યાંગ લોકોને ભોજન કરાવશો તો શુભ રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે ફેબ્રુઆરીનો મહિનો રાહત આપનારો સાબિત થઈ શકે છે. જે કાર્યોમાં અડચણો આવતી હતી તે હવે પૂરા થવા લાગશે. જીવનની ગાડી યોગ્ય દિશામાં દોડતી જોવા મળશે. માનસિક દબાણ ઘટશે અને ભાગ્યનો સાથ મળશે. કૌટુંબિક કે પ્રેમ સંબંધોમાં સારા પરિણામ મળી શકે છે. આર્થિક લાભના સંકેત છે. રોકાણ ફાયદો કરાવી શકે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી ઉન્નતિ અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવી શકે છે. વેપાર કરતા જાતકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયત્નો કરતા હતા તેમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે. નોકરીયાતો માટે પણ આ સમય અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














