)
Ganesh Chaturthi 2025 : આ વર્ષે ગણેશ ચતુર્થી 26 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષે એક સાથે 6 શુભ યોગ નો સંયોગ સર્જવાનો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી પર રવિ યોગ, ધન યોગ, લક્ષ્મીનારાયણ યોગ, ગજ કેસરી યોગ, શુભ યોગ અને આદિત્ય યોગનું નિર્માણ એક સાથે થશે. એક સાથે 6 શુભ યોગનું નિર્માણ થવું કેટલીક રાશિના લોકો માટે અત્યંત લાભકારી રહેશે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ગણેશ ચતુર્થીના દિવસે ગ્રહોનો જે સંયોગ સર્જાવવાનો છે તે વિશેષ ઘટના છે. શુભ યોગના દુર્લભ સંયોગમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થશે. આ સમય રાશિ ચક્રની પાંચ રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થશે. આ રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. આ સમય દરમ્યાન નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. પરિવારનો પણ સહયોગ મળશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે ગણેશ ચતુર્થી પર કઈ રાશિઓને ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને ગણેશ ચતુર્થી પર ઇચ્છિત લાભ મળવાના અણસાર છે. વેપારમાં તેજી આવશે. અટકેલા કાર્યો પૂરા થશે. ધન પ્રાપ્તિની તકો મળશે. મહેનતનું ફળ મળશે. ધનલાભ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. દાંપત્ય જીવન ખુશ હાલ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી ના 6 યોગનો સંયોગ જબરદસ્ત લાભ કરાવનાર છે. મિત્રો અને પરિવારના સભ્યોનો ભરપૂર સાથ મળશે. તેમની મદદથી લાભકારી યોજના વિશે વિચારી શકો છો. કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે અથવા પદ વધી શકે છે. લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ અનુકૂળ રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી સકારાત્મક પરિણામ આપનાર સાબિત થશે. નવા કામની શરૂઆત માટે સારો સમય. સરકારી કામોમાં સારું રિઝલ્ટ મળી શકે છે. જો કોઈ કામ પૂરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા તો આ સમય દરમિયાન સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં પિતા તુલ્ય લોકોનો સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને અણધાર્યો ધનલાભ થવાની સંભાવના છે. ગણેશ ચતુર્થી પર આ રાશિમાં જ ધન યોગ બની રહ્યો છે તેથી જીવનમાં સમૃદ્ધિ સુખ અને સુવિધા વધી શકે છે. અટકેલું ધન પણ પરત મળી શકે છે. પવિત્ર સંપત્તિથી લાભ મળવાની સંભાવના. ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. નવી શરૂઆત માટે સારો સમય.
મકર રાશિ
મકર રાશિના લોકોને પણ આ સમય દરમિયાન શ્રેષ્ઠ ફળ મળશે. પાર્ટનરશીપમાં કરેલા કામોમાં ફાયદો થશે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ સુધરશે. કમાણીની તકો પ્રાપ્ત થશે. લોકોનું જે દિલ જીતવામાં સફળતા મળશે. જીવનમાં ભાવનાત્મક અને આર્થિક સમર્થન મળશે. બાળકો તરફથી ખુશખબર મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)