)
Ganesh Chaurthi 2025: ભગવાન ગણેશ વાણી, બુદ્ધિ અને વેપારના ભગવાન છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ અને બુધવારે ઉજવાઈ રહી છે. બુધવાર પણ ગણેશજીને સમર્પિત દિવસ ગણાય છે. ગણેશ ચતુર્થી પર ભક્તો વિધિ વિધાનથી ગણપતિ બાપાની પૂજા કરે છે. સાથે જ ઘરમાં ગણપતિ બાપાને બિરાજમાન કરે છે. ગણેશ ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિના આશીર્વાદ મળે છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર આજે તમને ગણેશ પૂજાના સમયે બોલવાના ગણેશજીના 10 શક્તિશાળી અને શુભ મંત્રો વિશે જણાવીએ. ગણેશ ચતુર્થીના દિવસે અને ગણેશ મહોત્સવ દરમ્યાન આ શક્તિશાળી મંત્રોનો જાપ કરવાથી ગણેશજી બુદ્ધિ, સારી વાણી અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ગણેશજીના 10 પ્રભાવશાળી મંત્ર
1. ૐ ગં ગણપતયે નમ:
2. શ્રી ગણેશાય નમ:
3. એકદંતાય શુદ્ધાય સુમુખાય નમો નમ:
પ્રપન્ન જનપાલાય પ્રણતાર્તિ વિનાશિને
4. ગણપતિર્વિઘ્નરાજો લમ્બતુળ્ડો ગજાનન:
દ્વૈમાતુશ્વ હેરમ્બ એકદન્તો ગણાધિપ:
વિનાયકશ્ચારુકર્ણ: પશુપાલો ભવાત્મજ:
દ્વાદશૈતાનિ નામાનિ પ્રાતરુત્થાય ય: પઠેત્
વિશ્વં તસ્ય ભવેદ્રશ્યં ન ચ વિઘ્નં ભવેત્ કચિત્
5. વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમપ્રભ
નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા
6. ૐ ગં ગૌં ગણપતયે વિઘ્ન વિનાશિને સ્વાહા
7. અમેયાય ચ હેરમ્બ પરશુધારકાય તે
મૂષક વાહનાયૈવ વિશ્વેશાય નમો નમ:
8. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાયં
નાગાનનાથ શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે
9. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ
તન્નો દંતી પ્રચોદયાત
10. ૐ નમો હેરમ્બ મદ મોહિત મમ્ સંકટાન નિવારય નિવારય સ્વાહા
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)