)
Garuda Purana: આપણે આપણા રોજિંદા જીવનમાં અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ. પરંતુ શાસ્ત્ર અનુસાર આ કાર્યો કરતી વખતે કેટલીક એવી ભૂલ થઈ જાય છે જેના કારણે જીવન પર અશુભ પ્રભાવ પડે છે. ગરુડ પુરાણમાં તો એવી ભૂલો વિશે પણ જણાવ્યું છે જેને કરવાથી ઘર પરિવાર પર પ્રેત અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે. ગરુડ પુરાણ હિંદુ ધર્મના 18 મહાપુરાણોમાંથી એક છે.
ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ મૃત્યુ, પરલોક, નર્ક, સ્વર્ગ, પુનર્જન, પાપ, પુણ્ય અને આત્મા વિશે વિસ્તારથી જણાવેલું છે. ગરુડ પુરાણના નીતિસાર ખંડમાં ઉલ્લેખ છે કે વ્યક્તિએ કેવા કાર્યો કરવા જોઈએ અને કેવી ભૂલ કરવાથી બચવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જે ઘરમાં આ ભૂલોને ધ્યાનમાં લેવામાં નથી આવતી ત્યાં નકારાત્મક ઉર્જા અને પ્રેત આત્મા આકર્ષિત થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ ભૂલ કરવાથી ઘરમાં પ્રેત આત્માનો વાસ થઈ શકે છે.
ઘરમાં ગંદકી
ગરુડ પુરાણ અનુસાર જે ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં નથી આવતું ત્યાં નકારાત્મક શક્તિઓ ઝડપથી આકર્ષક થઈ જાય છે. અવ્યવસ્થિત ઘર, ઘરના ખૂણામાં જામેલી ગંદકી, પ્રેત આત્માને આકર્ષિત કરે છે. આ સિવાય ઘરમાં થૂંકવા કે ગંદકી કરવાથી પણ નકારાત્મકતા વધે છે. આવા ઘરમાં દેવી-દેવતા વાસ કરતા નથી અને પ્રેતનો વાસ થવા લાગે છે.
પુણ્ય કાર્યની ઉપેક્ષા
શાસ્ત્ર અનુસાર જે લોકો ઘરમાં ધર્મ અને પુણ્ય કાર્ય કરવામાં રસ નથી રાખતા તેમના ઘરમાં પણ નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે. દાન, વ્રત અને પૂજા પાઠ જેવા કાર્ય ન કરવા એ અશુભ ઉર્જાને આકર્ષિત કરે છે. રોજ સ્નાન કરીને પૂજા પાઠ કરવાથી પ્રેતાત્માનો પ્રભાવ ઘરથી દૂર રહે છે.
ધાર્મિક કાર્યોનો અભાવ અને આળસ
ગરુડ પુરાણ અનુસાર કેટલીક આદતો પણ ઘરમાં દરિદ્રતા અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. જે ઘરમાં મહિલાઓ મોડે સુધી ઊંઘે છે, કામ કરવામાં આળસ કરે છે, રાત્રે એઠા વાસણ રાખી દે છે, ઘરમાં પૂજા પાઠ થતા નથી, વડીલોનું સન્માન થતું નથી તેવા ઘરમાં ધીરે ધીરે દરિદ્રતા અને અશુભ શક્તિઓની અસર વધવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)