)
Gold Astrology: દરેક મહિલા ને સોનાના ઘરેણા પ્રિય હોય છે. જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે મહિલાઓ પોતાના માટે નાની-મોટી સોનાની વસ્તુઓ કરાવતી હોય છે. સોનાના ઘરેણામાં અલગ અલગ પ્રકારની વસ્તુ બને છે. જોકે શરીરના દરેક અંગ પર સોનું ધારણ કરી શકાતું નથી. જો સોનાના ઘરેણાની વાત હોય તો પગમાં સોનું પહેરવાની મનાઈ કરવામાં આવે છે. તમે પણ એ વાત ધ્યાનમાં લીધી હશે કે શરીરના દરેક અંગ પર સોનાનું ઘરેણું હોય તો પણ પગમાં પાયલ અને બીછીયા ચાંદીની જ હોય છે. તેની પાછળ એક કારણ છે. ધાર્મિક માન્યતા અનુસાર સોનું પવિત્ર ધાતુ છે અને તેનો સંબંધ માતા લક્ષ્મી અને ગુરુ ગ્રહ સાથે છે. તેથી જ તેને ધારણ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ગ્રહનો વિપરીત પ્રભાવ ભોગવવો પડે છે.
પગમાં સોનું શા માટે ન પહેરવું ?
હિન્દુ ધર્મમાં સોનું માં લક્ષ્મીનું પ્રતિક ગણાય છે. સોનાની ધાતુનું સન્માન કરવામાં આવે છે અને સોનાની પૂજા પણ કરવામાં આવે છે. સોનાને સમૃદ્ધિ નું પ્રતિક ગણવામાં આવે છે. જે વસ્તુ માં લક્ષ્મીનું પ્રતિક ગણાતી હોય તેને પગમાં ધારણ કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે. તેથી જ શરીરના કમરથી નીચેના ભાગમાં સોનું ધારણ કરવું અશુભ ગણાય છે. સામાન્ય રીતે માથા પર, કાનમાં, ગળામાં, હાથમાં અને કમર સુધી સોનાના ઘરેણા પહેરવામાં આવે છે. પરંતુ પગમાં ધારણ કરવાના ઘરેણા મોટાભાગે ચાંદીના જ હોય છે તેની પાછળ આ કારણ જવાબદાર ગણાય છે.
ધાર્મિક દ્રષ્ટિએ સોનું ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે જો તમે સોનું પગમાં ધારણ કરો છો તો તેનાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે સાથે જ માતા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યા આવી શકે છે. તેથી જ સોનું પહેરવાનો નિયમ છે કે સોનાના ઘરેણા કમરથી નીચેના ભાગમાં પહેરવા જોઈએ નહીં.
સોનું દેવગુરુ બ્રહસ્પતિ સંબંધિત ધાતુ છે. સોનું ધારણ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો કમરથી નીચે એટલે કે પગમાં સોનું ધારણ કરવામાં આવે તો કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ નબળી થવા લાગે છે. જેના કારણે વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને જીવનમાં સમૃદ્ધિ ઘટવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)