Gold Astrology: આ દિવસે ખરીદેલું સોનું નથી ફળતું કોઈને, જાણો કયા દિવસ ગોલ્ડ ખરીદવા માટે શુભ અને કયા દિવસ અશુભ
Gold Astrology: સોનું ખરીદતી વખતે શુભ મુહૂર્ત જોવાની સાથે દિવસનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સપ્તાહના કેટલાક દિવસે સોનું ખરીદવું અશુભ છે. હિંદૂ ધર્મમાં સોનું ખરીદવા માટે કયો દિવસ શુભ છે અને કયો દિવસ અશુભ તે જણાવેલું છે.
Trending Photos
Gold Astrology: સોનું સમૃદ્ધિનું પ્રતિક હોય છે. ગૃહિણીઓ માટે સોનું તેમની નબળાઈ હોય છે એવું કહેવાય છે. સમયાંતરે નાની-મોટી બચત કરી લોકો સોનું ખરીદે છે કારણ કે સોનું જરૂરના સમયે કામ લાગતી મૂળી પણ ગણાય છે.
હિંદુ ધર્મમાં ધનતેરસ, ગુરુ પુષ્ય યોગ, અક્ષય તૃતીયા જેવા દિવસોએ સોનું ખરીદવાનું મહત્વ દર્શાવેલું છે. સોનું ખરીદવાની પરંપરા વર્ષો જૂની છે. માન્યતા છે કે સોનું હંમેશા શુભ દિવસે ખરીદવું જોઈએ. શુભ દિવસે સોનું ઘરમાં આવે તો ધન-સમૃદ્ધિ વધે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે સોનું કયા દિવસે ન ખરીદવું જોઈએ. જો ખોટા દિવસે સોનું લેવામાં આવે તો સોનું ફળતું નથી.
સોનાનો સંબંધ દેવી લક્ષ્મી સાથે અને ભગવાન કુબેર સાથે હોય છે. તેથી ધનતેરસ અને દિવાળી પર સોના-ચાંદીના ઘરેણાની ખરીદી કરવી શુભ ગણાય છે. સોનું ખરીદવા માટે શુભ દિવસ ધનતેરસ, દિવાળી, અક્ષય તૃતીયા, દશેરા જેવા દિવસો શુભ છે. સોનું ખરીદતી વખતે સપ્તાહના દિવસોને પણ ધ્યાન રાખવું જરુરી છે.
સોનાનો સંબંધ સૂર્ય અને ગુરુ ગ્રહ સાથે હોય છે તેથી સપ્તાહનો ગુરુવાર અને રવિવારનો દિવસ સોનું ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું લેવાથી વ્યક્તિની આર્થિક ઉન્નતિ થાય છે.
પરંતુ શનિવારે સોનું ખરીદવું અશુભ છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિનો સંબંધ લોઢાથી હોય છે. આ સ્થિતિમાં શનિવારે સોનું ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે. કારણ કે સૂર્ય અને શનિ શત્રુ ગ્રહ છે. તેથી જ શનિવારે સોનું ખરીદવું જીવનમાં સમસ્યાને આમંત્રણ આપે છે.
માનવામાં આવે છે કે શનિવારે સોનું ખરીદવાથી લક્ષ્મીજી અને ભાગ્ય રીસાઈ જાય છે. અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તેથી આ દિવસે ભુલથી પણ સોનું ખરીદવું નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે