)
Vastu For Money: હિંદૂ ધર્મમાં પારિજાતના છોડનું વિશેષ મહત્વ છે. આ છોડના ફૂલ સુંદરતા અને પવિત્રતાનું પ્રતીક છે. આ છોડ ઘરમાં રાખવો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. પારિજાતને હરસિંગાર અને રાત રાણીના નામ થી પણ બોલાવવામાં આવે છે. આ ફુલની સુગંધ વાતાવરણમાં સકારાત્મકતા ભરી દે છે.
માન્યતા છે કે આ ફૂલ લક્ષ્મીજીને અતિપ્રિય છે. તેથી આ છોડ ઘરમાં લગાવવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ આકર્ષિત થાય છે. જો કે આ છોડ ઘરમાં લગાવવો હોય તો તેના માટેના કેટલાક નિયમો છે તેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ પારિજાતના છોડને ઘરમાં કઈ દિશામાં લગાવવાથી પ્રગતિના રસ્તા ખુલે છે.
પારિજાતનો છોડ લગાવવાનો શુભ દિવસ
આમ તો કોઈપણ દિવસે આ છોડ લગાવી શકાય છે પરંતુ પારિજાત જો સોમવારે, શુક્રવારે કે ગુરુવારે લગાવવામાં આવે તો તેને સૌથી શુભ માનવામાં આવે છે. પારિજાતનો છોડ વાવવા માટે સૌથી શ્રેષ્ઠ શુક્રવાર ગણાય છે. શુક્રવારે આ છોડ ઘરમાં વાવવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય ગુરુવારનો દિવસ પણ આ છોડ વાવવા માટે શ્રેષ્ઠ ગણાય છે. આ 2 દિવસો સૌથી ઉત્તમ ગણાય છે. ઘરમાં આ દિવસે પારિજાત વાવવાથી સકારાત્મકતા વધે છે અને પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહે છે.
પારિજાતના છોડ માટે યોગ્ય દિશા
વાસ્તુ અનુસાર પારિજાતના છોડને વાવવા માટે સૌથી ઉત્તમ ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશા રહે છે. આ સિવાય તમે ઉત્તર દિશામાં પણ આ છોડ વાવી શકો છો. આ દિશામાં પારિજાતનો છોડ વાવવાથી નકારાત્મકતા દુર થાય છે અને સુખ-શાંતિ વધે છે.
આ વાતોનું પણ રાખો ધ્યાન
પારિજાતનો છોડ ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન વાવો. તેનાથી અશુભ પ્રભાવ પડે છે. આ સિવાય બાથરુમ, ટોયલેટ કે રસોડા પાસે પણ આ છોડ રાખવો નહીં. જ્યાં આ છોડ હોય ત્યાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)