500 વર્ષ બાદ એકસાથે ગુરુ વક્રી-શનિ થશે માર્ગી, આ રાશિના જાતકોના સુખ-સમૃદ્ધિ, બેંક બેલન્સમાં તગડો વધારો થશે!

નવેમ્બર મહિનામાં જલદી ગુરુ વક્રી અને શનિ માર્ગી થવાના છે. આ બંને ગ્રહોની ચાલથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ શકે છે. જેનાથી તેમની આર્થિક પ્રગતિ થશે. જાણો તે લકી રાશિઓ વિશે. 

500 વર્ષ બાદ એકસાથે ગુરુ વક્રી-શનિ થશે માર્ગી, આ રાશિના જાતકોના સુખ-સમૃદ્ધિ, બેંક બેલન્સમાં તગડો વધારો થશે!

વૈદિક જ્યોતિષના દ્રષ્ટિકોણથી નવેમ્બર મહિનો ખુભ ખાસ મનાઈ રહ્યો છે. આ નવેમ્બર મહિનામાં અનેક મોટા ગ્રહો પોતાની ચાલમાં પરિવર્તન કરી રહ્યા છે. જેમાં સૌથી વિશેષ છે દેવગુરુ બૃહસ્પતિ અને ન્યાયના દેવતા શનિદેવ. વૈદિક પંચાંગ મુજબ 11 નવેમ્બરે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં વક્રી થશે અને 28 નવેમ્બરે શનિ મીન રાશિમાં માર્ગી થશે. 

જ્યોતિષ શાસ્ત્રમા શનિ અને દેવગુરુ બૃહસ્પતિની ચાલમાં પરિવર્તન ખુબ ખાસ મનાય છે. નવેમ્બરમાં આ સંયોગ પૂરા 500 વર્ષ બાદ બની રહ્યો છે. આવામાં શનિના માર્ગી થવાથી અને દેવગુરુ બૃહસ્પતિના વક્રી થવાથી કઈ રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. તે જાણો. 

Add Zee News as a Preferred Source

મિથુન રાશિ
ગુરુ વક્રી અને શનિના માર્ગી થવાથી અટકેલા કામોમાં તેજી આવશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. કોઈ નવા પ્રોજેક્ટ કે વ્યવસાયિક યોજના પર કામ કરી રહ્યા હોવ તો આ સમય તેને આગળ વધારવા માટે ખુબ અનુકૂળ છે. લક્ષ્ય મેળવવાની તક મળશે. જેનાથી તમે વધુ પરિપકવ નિર્ણય લેશો. નોકરીયાત જાતકોને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. 

મકર રાશિ
મકર રાશિવાળા માટે શનિ માર્ગી અને ગુરુ વક્રી ખુબ ખાસ ગણાય છે. આ સમય ધન અને રોકાણની રીતે લાભદાયક રહી શકે છે. નાણાકીય સ્થિરતા આપશે. લાંબા સમયથી અટકેલા ધનને પાછું લાવવામાં મદદ કરશે. નવી તકોને ઓળખવાનો સમય છે. તમે કોઈ સંપત્તિ કે જમીન સાથે જોડાયેલું કામ કરતા હશો તો તેમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. પરિવારમાં પણ આર્થિક મામલાઓને લઈને રાહતભરી સ્થિતિ રહેશે. 

કુંભ
કુંભ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ લઈને આવશે. ગુરુની વક્રી ચાલ તમારી સમજવાની વિચારવાની ક્ષમતાને વધારશે , જેનાથી તમે ભવિષ્યની યોજનાઓને વધુ સારી રીતે સાકાર કરી શકશો. જ્યારે શનિનું માર્ગી થવું તમારી મહેનતને યોગ્ય દિશા આપશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. પદોન્નતિના યોગ બની રહ્યા છે. આ સમય પોતાના પર કામ કરવાનો છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news