)
Hanuman Chalisa: હનુમાન ચાલીસા શક્તિશાળી છે. રોજ હનુમાન ચાલીસા કરવાથી આત્મબળ વધે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરનાર સાધક નીડર બને છે અને સકારાત્મકતા આવે છે. હનુમાન ચાલીસાને મનોકામના પૂર્તિ માટે નિશ્ચિત સંખ્યામાં કરવાથી લાભ થઈ શકે છે. હનુમાન ચાલીસા વાંચવાનો સંકલ્પ લઈને નિશ્ચિત સંખ્યામાં હનુમાન ચાલીસા કરવામાં આવે તો મનની કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે. ભક્તો હનુમાન ચાલીસા 7 વખત, 21 વખત, 100 વખત, 121 વખત કે 1000 વખત વાંચવાનો સંકલ્પ કરતા હોય છે. તો ચાલો જાણીએ મનોકામના પૂર્તિ માટે હનુમાન ચાલીસા કેટલી વખત કરવાથી ફાયદો થાય છે અને હનુમાન ચાલીસા કરવાની વિધિ શું હોય છે ?
હનુમાન ચાલીસા કરવાથી શું ફળ મળે ?
1. રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મન અને મસ્તિષ્ક મજબૂત થાય છે અને આત્મબળ વધે છે વ્યક્તિમાં સકારાત્મકતા આવે છે.
2. જો રોજ 7 વખત હનુમાન ચાલીસા કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, ભયથી મુક્તિ મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
3. સંકલ્પ લઈને છો કે 108 વખત હનુમાન ચાલીસા કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ 108 કે 100 વખત હનુમાન ચાલીસા એકવારમાં જ કરવાની હોય છે. તેનાથી સકારાત્મકતા આવે છે અને બજરંગ બલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
4. તેવી જ રીતે સંકલ્પ લઈને 300 વખત હનુમાન ચાલીસા કરવાથી ભૂત-પ્રેત ભાગી જાય છે અને ગૃહ કલેશથી મુક્તિ મળે છે. કોઈ મહત્વનું કામ અટકી ગયું હોય કે માથે સંકટ આવ્યું હોય તો પણ આ સંકલ્પ કરવામાં આવતો હોય છે.
5. સંકલ્પ લઈને 1000 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ચમત્કારી ફળ મળે તેવું માનવામાં આવે છે. જોકે એક હજાર વખત હનુમાન ચાલીસા કરવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. માન્યતા છે કે જીવનમાં આવેલું મોટામાં મોટું સંકટ પણ આ સંકલ્પથી દૂર થઈ શકે છે. આ સંકલ્પ શત્રુઓનો નાશ કરે છે.
6. હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો સંકલ્પ લેતી વખતે હનુમાનજીમાં શ્રદ્ધા રાખવી. પાઠ કરતી વખતે નિયમપૂર્વક, પવિત્રતા સાથે પાઠ કરવો. હનુમાન ચાલીસા કરવાથી ડર, બેચેની, અશાંતિ દૂર થઈ જાય છે અને વ્યક્તિ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)