Vastu Tips: ઘરના મંદિર સંબંધિત આ નિયમનું પાલન શરુ કરો, દુર્ભાગ્ય દુર થશે અને પ્રગતિના નવા રસ્તા ખુલી જશે

Vastu Tips For Mandir : દરેક ઘરમાં મંદિર હોય છે. આ જગ્યા ઘરની સૌથી પવિત્ર જગ્યા હોય છે. જો મંદિર સંબંધિત નિયમનું પાલન ન થતું હોય તો વિપરીત પ્રભાવ પડે છે. તેથી મંદિર સંબંધિત આ નિયમનું ધ્યાન રાખવું જરૂરી છે.
 

Vastu Tips: ઘરના મંદિર સંબંધિત આ નિયમનું પાલન શરુ કરો, દુર્ભાગ્ય દુર થશે અને પ્રગતિના નવા રસ્તા ખુલી જશે

Vastu Tips For Mandir : દરેક ઘરમાં મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. અહીંથી સકારાત્મક ઊર્જા ચારેતરફ ફેલાય છે. શાસ્ત્રોમાં ઘરના મંદિરમાં દિવસમાં 2 વખત પૂજા કરવાનો નિયમ જણાવેલો છે. આમ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. જો વાસ્તુ અનુસાર ઘરના મંદિરની દિશા ન હોય અને મંદિર સંબંધિત કેટલાક નિયમનું પાલન ન થતું હોય તો તેનાથી વિપરિત પ્રભાવ પડી શકે છે. તેથી ઘરમાં મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે કેટલાક નિયમનું ખાસ ધ્યાન રાખવું. જો આ નિયમનું ધ્યાન રાખી લેશો તો જીવનમાં પ્રગતિ મળવા લાગશે. 

Add Zee News as a Preferred Source

ઘરના મંદિર સંબંધિત વાસ્તુ નિયમ

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિર બનાવતી વખતે દિશાનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. મંદિર માટે સૌથી સારી દિશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં રાખી શકો છો. મંદિર ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવું. આ ભુલ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. 

- મંદિરમાં ભગવાનની મૂર્તિઓને પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. મૂર્તિઓને મંદિરની દિવાલથી થોડી દુર રાખવી જોઈએ. જેથી ધૂપ કરો ત્યારે તેની સુગંધ અને સકારાત્મકતા ચારેતરફ ફેલાઈ શકે. દેવી દેવતાઓની મૂર્તિ ક્યારેય આમને સામને ન રાખવી. 

- ઘરના મંદિરમાં રંગ કરતી વખતે પણ ધ્યાન રાખવું. મંદિરનો રંગ કાળો, બ્લુ એવા ન રાખવા. મંદિરમાં સફેદ, પીળો જેવા આછા રંગ કરાવવા જોઈએ. ડાર્ક કલર નકારાત્મકતા આકર્ષિત કરે છે.

- ઘરના મંદિરમાં ગંદકી ન હોવી જોઈએ. ભગવાનની પ્રતિમાને નિયમિત રીતે સાફ કરો, પૂજા કરતી વખતે જો મૂર્તિ ખંડિત થઈ જાય તો તેને બદલી દો. ખંડિત મૂર્તિ મંદિરમાં રાખવાથી ક્લેશ વધે છે. 

- પૂજામાં ઉપયોગ લેવાની વસ્તુઓ જેમકે ધૂપ, દીવો, તેલ, ધાર્મિક પુસ્તકો મંદિરની પશ્ચિમ દિવાલ તરફ રાખવા જોઈએ. મૂર્તિની ઉપરના ભાગે ક્યારેય કોઈ વસ્તુ રાખવી નહીં. 

- મંદિર એવી જગ્યાએ રાખો જ્યાં પુરતો પ્રકાશ અને હવા આવતી હોય. આ રીતે મંદિર રાખવાથી દુર્ભાગ્ય દુર થઈ શકે છે. કાર્યોમાં આવતી બાધાઓ દુર થઈ જાય.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news