Astro Tips: સાંજે આરતી કરવામાં મંદિરની ઘંટી વગાડવી કે નહીં ? જાણો ઘરે સંધ્યા પૂજા કરવાની શાસ્ત્રોક્ત રીત
Sandhya Puja Niyam: સંધ્યા સમયે ઘરમાં પૂજા કેવી રીતે કરવી તેને લઈને લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે. આ પ્રશ્ન છે સંધ્યા સમયે આરતી કરવામાં મંદિરમાં ઘંટી વગાડવી કે નહીં... આ પ્રશ્ન તમારો પણ હોય તો ચાલો તેનો સાચો જવાબ શું છે તે જણાવી દઈએ.
Trending Photos
)
Sandhya Puja Niyam: હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં રોજ પૂજા પાઠ કરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં રોજ પૂજા થાય છે ત્યાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરના સભ્યો નિરોગી રહે છે અને ખુશ રહે છે. હિન્દુ ધર્મમાં ઘરમાં સવારે અને સાંજે પૂજા કરવાનો નિયમ છે. સવારની પૂજાની જેમ સાંજની પૂજાનું પણ મહત્વ છે. માન્યતા છે કે સાંજના સમયે મંદિરમાં પૂજા કરવાથી બધી જ ખરાબ ઉર્જા ઘરથી બહાર જતી રહે છે, નિયમિત રીતે ઘરમાં સંધ્યા પૂજા કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી વધતી નથી આત્મા શુદ્ધિ થાય છે અને ઘરનું વાતાવરણ પણ સારું રહે છે.
જોકે સાંજની પૂજાને લઈને લોકોના મનમાં કેટલીક બાબતોને લઈને કન્ફ્યુઝન હોય છે. સૌથી મોટું કન્ફ્યુઝન તો એ વાતનું હોય છે કે સાંજે પૂજા પછી જ્યારે આરતી કરવામાં આવે તો ઘંટી વગાડવી જોઈએ કે નહીં. આરતી કરતી વખતે હંમેશા ઘંટી વગાડવામાં આવે છે પરંતુ સંધ્યા પૂજામાં ઘંટી વગાડવાનો નિયમ અલગ છે. તો ચાલો તમને જણાવીએ ઘરમાં સંધ્યા પૂજા કેવી રીતે કરવી અને સંધ્યા સમયે ઘંટી વગાડાય કે નહીં.
સંધ્યા પૂજા કરવાની વિધિ અને યોગ્ય સમય
ઘરમાં સૂર્યાસ્ત પછી પૂજા કરવા માટે શુભ સમય ગણાય છે. સાંજે છ વાગ્યા પછી ઘરના મંદિરમાં દીવો કરવો જોઈએ. તમે ઈચ્છો તો ધૂપ કે અગરબત્તી પણ કરી શકો છો. પૂજા કરતી વખતે ગુરુ મંત્ર વાંચવો અને પૂજા કરો. ગુરુ મંત્ર ન હોય તો તમે શિવ મંત્રનો જાપ પણ કરી શકો છો. સાંજની પૂજા કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખો કે મંદિરમાં ઘંટી વગાડવી નહીં. ઘંટી સવારની પૂજામાં વગાડી શકાય છે પરંતુ સાંજે ઘંટીને સ્પર્શ કરવાની પણ મનાઈ હોય છે. ઘંટી વગાડ્યા વિના પૂજા સંપન્ન કરો અને ભગવાનના આશીર્વાદ લો.
સંધ્યા સમયે તુલસી પાસે દીવો કરવો પણ જરૂરી છે. માન્યતા છે કે તુલસી પાસે દીવો કરવાથી માં લક્ષ્મીના આશીર્વાદ ઘર પર રહે છે અને ધન ધાન્યનું આગમન થતું રહે છે. સંધ્યા સમયે મુખ્ય દ્વાર પાસે પણ દીવો કરી શકો છો. તુલસી પાસે અને ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો કરતા પહેલા જગ્યાને સ્વચ્છ કરી લેવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














