)
Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. આ સમય એ સમય હોય છે જ્યારે લોકો પોતાના દિવંગત પૂર્વજોને શ્રદ્ધા અને સમ્માન સાથે સ્મરણ કરે છે અને 16 દિવસ દરમિયાન તેમનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા અનુષ્ઠાન કરે છે. માન્યતા છે કે આ દિવસો દરમિયાન પિતૃ નિમિત્તે શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જેથી તેમના વંશજ ખુશહાલ જીવન જીવે છે.
પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ હોતી નથી. મૃત્યુ તિથિ અનુસાર પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું હોય છે તેથી મનમાં પ્રશ્ન રહે છે કે જો તિથિ ખબર જ ન હોય તો કેવી રીતે શ્રાદ્ધ કરવું ? આ પ્રશ્ન તમારો પણ હોય તો આજે તમને આ પ્રશ્નનો જવાબ જણાવીએ. મૃત્યુ તિથિ યાદ ન હોય તો પણ તેમના નિમિત્તે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાનો દિવસ છે.
ધાર્મિક માન્યતા અનુસાર પિતૃ પક્ષમાં કરેલા શ્રાદ્ધથી પૂર્વજ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો પૂર્વજોની મૃત્યુ તિથિ વિશે જાણકારી ન હોય તો એવા પિતૃઓનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસના દિવસે કરી શકાય છે. આ દિવસ પિતૃ શ્રાદ્ધ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પિતૃ પક્ષનું સમાપન પણ થાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવું તે પિતૃઓને મોક્ષ પ્રદાન કરનાર કહેવાય છે.
સર્વપિતૃ અમાસની વિશેષતા
પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય તો સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ છે. આ દિવસે સંન્યાસી અને સાધુઓનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. આ દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવાથી તેમની આત્માને તૃપ્તિ મળે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સર્વપિતૃ અમાસ 2025
પંચાંગ અનુસાર આ વર્ષે ઉદયાતિથિ અનુસાર સર્વપિતૃ અમાસ 21 સપ્ટેમ્બરે માન્ય ગણાશે. આ દિવસે સર્વપિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)