)
Astro Tips For Grah Dosh: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે તેના આધારે જીવનમાં દુઃખ, રોગ, ધનહાની, સંતાન સુખ, લગ્નમાં વિલંબ, માનસિક ચિંતા જેવા નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. આ સિવાય ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન દરમિયાન પણ તેનો અશુભ પ્રભાવ જીવન પર જોવા મળે છે.
શનિ, રાહુ, કેતુ, મંગળ જેવા ગ્રહોની વક્રી ચાલ પણ જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જોકે ગ્રહોના અશુભ પ્રભાવથી ડરવાની જરૂર હોતી નથી. શાસ્ત્રોમાં એવા સરળ ઘરેલુ ઉપાય જણાવેલા છે જેને કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરી શકાય છે અને ગ્રહોને શાંત પણ કરી શકાય છે જેનાથી જીવનમાં પોઝિટિવ એનર્જી વધી શકે છે.
ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવાના ઉપાય
1. ગ્રહોના અશુભ પ્રભાવ અને અશાંતિને દૂર કરવા માટે રોજ સવારે શુદ્ધ જળમાં ગંગાજળ ઉમેરી તુલસીના છોડમાં અર્પણ કરો અને સાંજે તુલસી પાસે દેશી ઘી નો દીવો કરો. આ ઉપાય ગુરુ અને શુક્ર સંબંધિત દોષમાં રાહત કરનાર સાબિત થાય છે.
2. શનિ, મંગળ, ચંદ્ર ગ્રહનો દોષ હોય અથવા તો તેનો અશુભ પ્રભાવ જીવન પર જોવા મળતો હોય તો આ ગ્રહોના બીજ મંત્રનો 108 વખત જાપ કરવો એટલે કે દિવસમાં રોજ એક માળા ગ્રહોના બીજ મંત્રની કરવી.
3. શનિ સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય તો શનિવારે ઘરમાં પોતુ કરવાના પાણીમાં મીઠું ઉમેરી દેવું. આ ઉપાય કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને શનિના પ્રકોપથી પણ રાહત મળે છે.
4. રાહુ દોષ, મંગળ દોષ કે કેતુ દોષ હોય તો તેના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે દાન સૌથી ઉત્તમ ગણાય છે. જેમાં શનિદોષ હોય તો કાળા કપડા અથવા સરસવનું તેલ, રાહુ કે કેતુનો દોષ હોય તો નાળિયેર અને મંગળનો દોષ હોય તો મસૂરની દાળ અથવા લાલ વસ્ત્રનું દાન કરવું.
5. જો ગ્રહોના દોષના કારણે અથવા અશુભ પ્રભાવના કારણે ઊંઘમાં ડર લાગતો હોય, સતત ચિંતા રહેતી હોય તો દર ગુરુવારે રાત્રે સૂતી વખતે માથા પાસે કાપેલું લીંબુ રાખવું. બીજા દિવસે સવારે એટલે કે શુક્રવારે સવારે આ લીંબુનો ટુકડો પાણીમાં પ્રવાહિત કરી દેવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)