)
Dhanteras 2025: ધનતેરસના દિવસે સોનુ, ચાંદી, નવા વાસણ, નવું વાહન જેવી સમૃદ્ધિ દાયક વસ્તુઓ ખરીદવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદેલી આવી વસ્તુથી ઘરમાં બરકત આવે છે અને બરકત લાંબા સમય સુધી ચાલે છે. આ વસ્તુઓની સાથે ધનતેરસના દિવસે સૂકા ધાણા અને જાડુ ખરીદવાની પરંપરા પણ છે. મોટાભાગના ઘરોમાં ધનતેરસના દિવસે નવી જાડુ ખરીદવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા વિશે તો તમને પણ ખબર હશે પરંતુ તમને એ ખબર નહીં હોય કે આવું કરવાનું કારણ શું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ધનતેરસના દિવસે નવી જાડુ ખરીદી તેની પૂજા કરવાનું મહત્વ શું છે.
મત્સ્ય પુરાણ અનુસાર ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક કહેવામાં આવે છે. અન્ય શાસ્ત્રોમાં પણ ઝાડુનો સંબંધ મહાલક્ષ્મી સાથે છે તેવું કહેવામાં આવ્યું છે. તેથી જ ધનતેરસના દિવસે સાવરણી ખરીદી તેની પૂજા કરવામાં આવે છે. ઝાડુને રાખવાના નિયમ પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા છે.
બૃહદ સંહિતામાં સાવરણીને સુખ શાંતિ વધારનાર અને દરિદ્રતા હટાવનાર કહેવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે જો ઘરમાં નવી સાવરણી ખરીદવામાં આવે તો જીવનમાં ધન સંબંધિત સમસ્યા રહેતી નથી. અરે જ ઘરમાં ધન વધતું રહે છે.
સાવરણી ખરીદતી વખતે આ વાત રાખો ધ્યાનમાં
ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદો તો તેને ઘરમાં લઈ આવી ફૂલ અને ચોખાથી તેની પૂજા કરો. થોડા દિવસ સુધી તેને ઘરમાં રાખો અને પછી તેનો ઉપયોગ કરો. સાવરણી હંમેશા વિષમ સંખ્યામાં ખરીદવી જોઈએ જેમ કે એક અથવા ત્રણ. ધનતેરસના દિવસે બે કે ચાર જાડું ખરીદવાથી બચવું. સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જ્યાં બહારથી આવતા લોકોની નજર ન પડે. જાડુ ને ભૂલથી પણ પગ ન લાગે તે વાતનું ધ્યાન રાખવું.
જો કોઈ વ્યક્તિ ધન પ્રાપ્તિની કામના કરે છે તો ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદી અને દિવાળીના દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલા કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરી દેવું. માન્યતા છે કે આ રીતે સાવરણી ખરીદી તેનું દાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને દાન કરનારને અપાર ધન આપે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)