)
Janmashtami 2025: સનાતન ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વછે. દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 16 ઓગસ્ટે ઉજવાય રહી છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્ત વ્રત રાખે છે અને રાત્રે 12:00 વાગે બાલ ગોપાલની વિશેષ પૂજા કરે છે. કૃષ્ણ જન્મ સમયે ભગવાનનો અદભુત શૃંગાર કરવામાં આવે છે. સાથે જ ભગવાનને ખીર, પંજરી, ફળ અને ફુલ અર્પણ કરવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે ભગવાન માટે સુંદર પારણું તૈયાર કરાય છે અને તેમાં ભગવાનને બેસાડી આરતી કરવામાં આવે છે. આ વર્ષની જન્માષ્ટમી તમારા માટે પણ યાદગાર અને ખાસ બને તે માટે આજના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણના પાવરફુલ મંત્રનો જાપ જરૂરથી કરો. આ મંત્ર વિશે માનવામાં આવે છે કે તે શક્તિશાળી મંત્ર છે અને તેનો જાપ કરવાથી મોટામાં મોટી મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે.
ભગવાન શ્રીકૃષ્ણનો શક્તિશાળી મંત્ર
ॐ કષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત: ક્લેશનાશાય ગોવિન્દાય નમો નમ:
ધર્મ શાસ્ત્ર અનુસાર આ મંત્ર ભગવાન શ્રીકૃષ્ણનો સૌથી શક્તિશાળી મંત્ર છે. આ મંત્રનો અર્થ છે " હે કૃષ્ણ હે વાસુદેવ પુત્ર આપ હરિ પરમાત્મા છો, શરણાગતના ક્લેશનો નાશ કરનાર ગોવિંદ હું આપને વારંવાર પ્રણામ કરું છું."
આ મંત્ર વિશે વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે પણ સત્સંગ દરમિયાન કહ્યું હતું કે જીવનમાં ભારેમાં ભારે સંકટ આવ્યું હોય ત્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની કૃપાથી સંકટ ટળી જાય છે. આ મંત્રના જાપ સિવાય તમે નીચે દર્શાવ્યા અનુસારના કૃષ્ણમંત્રનો જાપ પણ જન્માષ્ટમીની પૂજા દરમિયાન કરી શકો છો.
ભગવાન શ્રીકૃષ્ણના ચમત્કારી મંત્રો
1. ॐ કૃષ્ણાય નમ:
2. ॐ શ્રી કૃષ્ણ: શરણં મમ:
3. ॐ દેવ્કિનન્દનાય વિધમહે વાસુદેવાય ધીમહિ તન્નો કષ્ણ: પ્રચોદયાત્
4. ॐ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયા કુળ્ઠમેધસે, સર્વવ્યાધિ વિનાશાય પ્રભો મામતૃતં કૃધિ
5. શાંતાકારમ્ ભુજગશયનમ્ પદ્મનાભમ્ સુરેશમ્
વિશ્વાધારમ્ ગગનસદ્રશમ્ મેઘવર્ણમ્ શુભાંગમ્
લક્ષ્મીકાંતમ્ કમલનયનમ્ યોગિભિર્ધ્યાનગમ્યમ્
વંદે વિષ્ણુમ્ ભવભવહરમ્ સર્વલોકૈકનાથમ્
6. ॐ નમો ભગવતે વાસુદેવાય
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)